સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

સુત્રાપાડાના હરણાસા ગામના યુવાનોએ કોરોનાના દર્દીઓ માટે ગૌશાળામાં કોવિડ કેર સેન્ટર તૈયાર કર્યું

હવે ગામાડાઓ પણ કોરોનાની આ મહામારી સામે લડવા સજ્જ બન્યા

ગીર સોમનાથ :રાજ્યના ગામડાઓમાં કોવીડ કેર સેન્ટર બની રહ્યા છે અને સરકાર પણ “મારું ગામ કોરોના મૂક્ત ગામ”અભિયાન ચલાવી ગામડાઓમાં કોરોના નિયંત્રણ માટેના પ્રયાસો હાથ ધરી રહી છે.મહામારી કોરોનાએ તબીબી સારવાર માટે ગામડાઓને પણ સાવચેત કરી દીધા છે. આ જ કારણ છે કે હવે ગામાડાઓ પણ કોરોનાની આ મહામારી સામે લડવા સજ્જ બન્યા છે. આવું જ એક ગામ સોમનાથના સુત્રાપાડામાં આવેલું છે. જ્યાંના યુવાનોએ કોરોના દર્દીઓ માટે ભગીરથ કાર્ય શરૂ કર્યું છે.

સામાન્ય રીતે કોવીડ કેર સેન્ટર સારી એવી જગ્યાએ અને તમામ અદ્યતન સુવિધાઓથી યુક્ત હોય છે. પરંતુ આ કોરોનાના આ કપરાકાળમાં ગીર સોમનાથના જિલ્લાના સુત્રાપાડા તાલુકાના હરણાસા ગામના યુવાનોએ કોરોનાના દર્દીઓ માટે ગૌશાળામાં કોવિડ કેર સેન્ટર તૈયાર કર્યું છે.

(9:51 am IST)