સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th May 2018

વાયરલ વિડીયો : પરીક્ષામાં પાસ કરાવવા સુરેન્દ્રનગરની CU શાહ મેડિકલ કોલેજમાં ક્લાર્કે માગ્યા 2.50 લાખ

સુરેન્દ્રનગર : થોડા સમય પહેલા રાજ્યમાં ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું હતું જેમાં નબળા પરિણામથી રાજ્યમાં શિક્ષણની પોલ ખૂલી હતી, ત્યારે સુરેન્દ્રનગરમાં મેડિકલ કોલેજમાં પૈસા આપી પાસ કરાવવામાં આવી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. CU મેડિકલ કોલેજમાં ક્લાર્ક દ્વારા વિદ્યાર્થીને પાસ કરાવવા માટે રૂપિયા અઢી લાખની માગ કરવામાં આવતી હોવાનો વીડિયો વાયરલ થયો છે.

સુરેન્દ્રનગરમાં આવેલી C.U. શાહ મેડિકલ કોલેજમાં મોબાઇલમાં છૂપા કેમેરાથી શિક્ષણખાતાની પોલ ખોલતો વીડિયો રેકોર્ડ થયો છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે એક શખ્સ બે વિષયમાં પાસ કરાવવા માટે 2.50 લાખ રૂપિયા માગી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે શખ્સ કોલેજનો ક્લાર્ક નિમેષ મકવાણા છે. જે બે વિષયમાં ATKT આવતાં સ્ટુડન્ટ્સને પાસ કરાવવાનું કરી પૈસા માગી રહ્યો છે. વિદ્યાર્થીઓ MBBSમાં અભ્યાસ કરી રહ્યાં છે, જેઓ ભવિષ્યમાં ડોક્ટર બનશે.

 

(11:14 pm IST)