સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th May 2018

ઉપલેટાના મોટી પાનેલીમાં રામાપીરનો માંડવો પૂર્ણ થતા મંડપ ઉતારતી વખતે દોરડુ તૂટ્યુંઃ મહાકાય થાંભલો પડતા માતા-પુત્ર અને પિતા-પુત્રીના મોત

ઉપલેટાઃ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં મહાકાય થાંભલો પડતા તેની નીચે દબાઇ જવાથી ૪ વ્‍યક્તિના મોત થતા અરેરાટી વ્‍યાપી ગઇ છે. આ ઘટના આજે વહેલી સવારે બની હતી.

ઘટનાની વિગત અનુસાર રાજકોટના ઉપલેટાના મોટી પાનેલી ગામમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની હતી. રામાપીરનો માંડવો પૂર્ણ થતાં મંડપ ઉતારતી વખતે દોરડું તૂટતા માતા પુત્ર પર થાંભલો પડ્યો હતો. જેમાં બંનેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. માતા પુત્રના મોતથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો.મૃતક માતાનું નામ હેતલ બેન છે. ત્યારે માતા પુત્રના મોતને લઈને ખળભળાટ મચી ગયો છે.

મહત્વનું છે કે મોટી પાનેલીના માડસન રોડ તળાવના ગ્રાઉન્ડમાં બનેલી આ ઘટનામાં અન્ય ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. માતા-પુત્રના મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મોટી પાનેલી ગામમાં કોળી સમાજનો ત્રણ દિવસનો માંડવો હતો. આમ માતા અને દીકરાના એક સાથે મોતથી કોળી સમાજમાં શોક વ્યાપી ગયો હતો.

(8:38 pm IST)