ભાવનગરના તળાજામાં લંપટ શિક્ષક ૧૩ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયોઃ ફરિયાદ ન કરવા ૨૦ લાખની ઓફર પણ કરી હતી
તળાજાઃ ગુરૂ-શિષ્યના સંબંધોને લાંછન લગાડતો અેક કિસ્સો સામે આવ્યો છે. તળાજાના લંપટ શિક્ષકની કે જે 13 વર્ષની સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને ભગાડી ગયો. સરકારી શાળાના શિક્ષકે 13 વર્ષની માસુમ સાથે પ્રેમ રચ્યો. ટ્યૂશનના સંચાલક અને સહવિદ્યાર્થીઓએ સગીરાના વાલીને લંપટ શિક્ષકના કારતૂતની જાણ કરી.
તો પોતાની દીકરીને લંપટ શિક્ષણની જાળમાંથી બચાવવા માટે પિતાએ મરીન અને તળાજા પોલીસમાં જાણ કરી. તો પોલીસસ્ટેશનમાં તેમની ફરિયાદ લેવા કોઇ તૈયાર ન થયું. ત્યારે પિતાએ ફરિયાદ નોંધવા માટે જિલ્લા પોલીસ વડાની મદદ લીધી.
વિદ્યાર્થીનીના પિતાએ અગાઉ પણ શિક્ષકને પોતાની દીકરીનો પીછો છોડવા ઠપકો આપ્યો હતો. બાળકીના પિતાનો આરોપ છે કે શિક્ષકે ફરિયાદ ન કરવા માટે તેમને 20 લાખની ઓફર પણ કરી છે. જો કે પિતા આ લંપટ શિક્ષકને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યાં છે.