સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th May 2018

વાહ વિજયભાઇ વાહ, અભિયાન બેસ્ટ છેઃ જળસંચય અભિયાન દેશની આર્થિક સમૃધ્ધીના દ્રાર ખોલશેઃ સુર્ય રન્નાદે મંદિરનો પ્રવાસધામ તરીકે વિકાસ થશેઃ લોક પ્રતિભાવ દર્શાવે છે કે ગુજરાતની પાણીની સમસ્યા હવે ખેરખર ભૂતકાળ બનશેઃ પોરબંદર જિલ્લામાં લોકો ખુશ

ગાંધીનગરઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજય વ્યાપી જળસંચય અભિયાન શરૂ કરતાં સમગ્ર ગુજરાતી પ્રજાને હવે પાણીની સમસ્યા દૂર થઇ જશે તેવો ભરોસો મળ્યાનું લોક પ્રતિભાવ પરથી જાણવા મળે છે.

પોરબંદરનાં વિરમભાઇ કારવદરા આ યોજનાથી ખૂબજ ઉત્સાહીત થઇ જણાવે છે કે, એક યોજના પણ ફાયદા અનેક છે, પ્રધાનમંત્રી ખેડૂતોની આવક બમણી કરવા માંગે છે ત્યારે ગુજરાત સમગ્ર દેશને રાહ ચિંધશે. જળસંચય અભિયાનથી તળાવ, ડેમ ઉંડા કરવાની કામગીરીથી માટી કાંપ ખેડૂતોને વિના મુલ્યે મળશે, પાણીનાં તળ ઉંચા આવવાથી ખેડૂતો એક નહી ત્રણ ત્રણ સિઝનનાં પાક લઇ શકશે તેમ વિરમભાઇ જણાવે છે. ગામડુ સમૃધ્ધ થશે તો શહેર સમૃધ્ધ થશે તેમ જણાવતા કહે છે કે દેશનો આર્થિક ઉધ્ધાર કરવા આપણે સૌ સાથે મળી મુખ્યમંત્રીશ્રીએ શરૂ કરેલ આ ઝુંબેશમાં લોકભાગીદારીથી જોડાઇએ

જયારે સ્વાતિબેન થાનકી જણાવે છે કે, પાણીના સંચયથી ગામડાની મહિલાઓને પાણી ભરવા દૂર દૂર સુધી નહી જવું પડે અને સુર્ય રન્નાદે મંદિર પાસે જ સુંદર નદી આવેલી હોય  મુખ્યમંત્રીશ્રી દ્વારા આ નદીને ઉંડા કરવાનાં અભિયાનથી બારે માસ પાણી ભરાયેલુ રહેશે. જેનાથી પર્યટકોને આ સ્થળે ફરવા આવવાની ખૂબ મજા આવશે. જેનાંથી આ સ્થળનો પ્રવાસધામ તરીકે વિકાસ થશે. સ્થાનિક રહેવાસી કિરીટ મોઢવાડીયા જણાવે છે કે, જળસંચય એટલે જળનો સંગ્રહ, જે પાણી દરીયામાં વહી જતું એ તળાવોમાં સંગ્રહિત થશે. મીઠુ પાણી સંગ્રહ થતા કુવાનાં તળ ઉંચા આવશે. આ સમગ્ર પંથકમાં ખેડૂતોએ ત્રણ મોસમનાં પાક કયારેય લીધા નથી પરંતુ હવે એ શકય બનશે તેમ આનંદ અને આભારની લાગણી સાથે જણાવે છે.

‘‘વાહ વિજયભાઇ વાહ‘‘, આ અભિયાન બેસ્ટ છે તેવા ઉદગાર સાથે ખીમાભાઇ જણાવે છે કે, આ અભિયાનથી માત્ર ગામડામાંજ નહી પરંતુ શહેરનાં લોકોને પણ ખુબ ફાયદો થશે. ખાસ કરીને પીવાનાં પાણીની સમસ્યા દૂર થશે, જેનાથી શહેરનો વિકાસ ઝડપથી થશે આમ ગુજરાતની વિકાસની રફતાર જેટ ગતીએ આગળ વધશે તેમ મુખ્યમંત્રીશ્રીનો આભાર માનતા જણાવે છે.

 

(5:38 pm IST)