સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th May 2018

મહુવામાં જગદીશ કોળીની હત્યા

લુહારી કામ કરતા યુવકને તિક્ષ્ણ હથિયારો ઝીંકીને અજાણ્યા શખ્સો નાસી છૂટયા

ભાવનગર, તા. ૧૨ :. ભાવનગર જિલ્લાના મહુવામાં કોળી યુવાનની તિક્ષ્ણ હથીયારોના ઘા ઝીંકી કરપીણ હત્યા થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

ખૂનના આ બનાવની મળતી વિગતો મુજબ મહુવાના લાઈટ હાઉસ વિસ્તારમાં રહેતા જગદીશભાઈ અરજણભાઈ બાંભણીયા (ઉ.વ. ૩૮) ઉપર આજે બપોરે કોઈ અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથીયારોના ઉપરા છાપરી ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાસી છુટયા હતા.

આ બનાવની જાણ થતા જ મહુવા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. મૃતક કોળી યુવાન લુહારી કામ કરતો હતો. આ બનાવ અંગે પોલીસ વધુ  તપાસ  ચલાવી રહી છે.

(4:00 pm IST)