સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th May 2018

બગવદરમાં મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવા જતા કોંગ્રેસના ર૦ આગેવાનોની અટકાયત

પોરબંદર, તા. ૧ર : બગવદરમાં તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરાવવા આવેલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને આવેદનપત્ર આપવા જઇ રહેલ કોંગ્રેસના ર૦ આગેવાનોએ પોલીસ અટકાયત કરી હતી.

મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવા અટકાવતા કોંગ્રેસના અન્ય આગેવાનો-કાર્યકરો રસ્તા રોકો આંદોલન શરૂ કરેલ હતું. કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી રામદેભાઇ મોઢવાડીયા, જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સામંતભાઇ ઓડેદરા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ લાખણશીભાઇ ગોરાણિયા, નાથાભાઇ ઓડેદરા નટવર ગામના પૂર્વ સરપંચ કાલુભાઇ, રણજીતભાઇ કુછડીયા, સંજયભાઇ ગોરાણીયા, રામદેભાઇ ગોઢવાણીયા, અતિયાભાઇ, માંડણભાઇ, મેરૂભાઇ મોઢવાડીયા, નાથાભાઇ મોઢવાડીયા, એન.એસયુઆઇના કિશનભાઇ રાઠોડ, રાજવીર બાપોદરા વગેરે આવેદનપત્ર આપતી વેળાએ સાથે રહ્યા હતાં.

કોંગ્રેસ અગ્રણી રામદેભાઇ મોઢવાડીયાએ જણાવેલ કે મુખ્યમંત્રીએ તળાવ ઉંડા કરવાની કામગીરી શરૂ કરાવેલ તે જમીનની મોરમનું વેચાણ થયું છે તેમજ પોરબંદર જિલ્લા જળસિંચનના નામે થયેલી ગેરરીતિની તપાસ કરવા માંગણી સાથે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવા જતા કોંગ્રેસ આગેવાન-કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી.

(12:30 pm IST)