સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th May 2018

વઢવાણમાં પેટ્રોલપંપના કર્મચારી ઉપર હુમલોઃ જાનની બસમાં તોડફોડ

વઢવાણ તા.૧૨: વઢવાણ પાસે ગેબનશા પીર દરગાહ પાસેના પેટ્રોલપંપ ઉપર રાત્રીના જાનની બસ અને પેટેલ પંપ ઉપરના ફરજ ઉપર રહેલા કર્મચારી સાથે અગમ્યકારણોસર બબાલ થવાની ઘટના બનવા પામેલ છે.

કર્મચારી ઉપર હુમલો થતા રાત્રીના દવાખાને સારવારમાટે ખસેડવામાં આવ્યો હોવાનુ઼ હાલમાં જાણવા મળી રહયું છે.

વઢવાણ પાસે અજાણ્યા શખ્સોના ટોળાએ આ ઘટનામાં રાજસ્થાનથી આવેલ જાનની બસ ઉપર હુમલો કરી બસમાં તોડફોડ કરી હતી.

ત્યારે ૨૦ જેટલા શખ્સો સામે હાલ ફરીયાદ પણ નોંધાયાની વિગતો વઢવાણ પોલીસ દ્વારા અપાઇ છે. ત્રણ ચેનની લુંટના તોડફોડ સહિત ફરીયાદ નોંધાઇ છે. વઢવાણ પોલીસે ૧૧ની અટકાયત પણ કરી તપાસ હાથ ધરેલ છે. ત્યારે સોનાના ત્રણ ચેન-૬૦,૦૦૦ ની લુંટનો ગુનો નોંધાયો છે. ત્યારે સામી પાર્ટી એ પણ કોર્ટ ફરીયાદ નોંધાવી છે. ત્યારે પાણી પીવા બાબતે બબાલ સર્જાયાનું જાણવા મળી રહયું છે.(૧.૧૧)

(12:28 pm IST)