સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th May 2018

સ્વચ્છ ભારત અભિયાનથી દેશમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિઃ જુનાગઢમાં તાલીમ યોજાઇ

જૂનાગઢ તા. ૧૨ : સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર દ્વારા અમલ માં આવેલ સામુદાયિક નેતૃત્વ સાથેનું સંપૂર્ણ સ્વચ્છતા કાર્યક્રમ છે, જે માંગ આધારિત અને લોકોભિમુખ સ્વચ્છતા પ્રોગ્રામ છે. જેમાં ભારત સરકાર અને રાજય સરકાર નો નાણાંકીય હિસ્સો રહેલ હોય વર્ષ ૨૦૧૯ સુધીમાં ગુજરાત રાજયને ખુલ્લુ મળોત્સર્જન રહિત બનાવવાનું છે.  ભારત સરકાર દ્વારા સંપૂર્ણ સ્વચ્છ અને ખુલ્લામાં મળોત્સર્જન રહિત ગ્રામ પંચાયતો,તાલુકાઓ ,જિલ્લાઓ અને રાજયોને એવોર્ડ સાથે પ્રોત્સાહન આપવા 'નિર્મળ ગ્રામ પુરસ્કાર યોજના' ઓકટોબર ૨૦૦૩ માં અમલમાં આવી હતી. ગુજરાત રાજયને ને વર્ષ ૨૦૧૧ સુધીમાં ૨૨૮૩ નિર્મળ ગ્રામ પુરષ્કાર મળેલ છે. દેશ માં નિર્મળ ગ્રામ પુરસ્કાર મેળવવામાં ગુજરાત રાજય અગ્રીમ રાજય છે.

સ્વચ્છઙ્ગભારતઙ્ગમિશન... પંચાયતી રાજ સંસ્થાકીય ગામઙ્ગસ્વચ્છતાઙ્ગસમિતિ અને ક્ષેત્રિય કાર્યકર્તા ના ક્ષમતા નિર્માણ દ્વારા સ્વચ્છતાઙ્ગટકાવવામાં આવે છે. ઉદ્દેશ ગ્રામિણ વિસ્તારોમાં જીવન ગુણવત્તા સુધારવી, ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતાં ના વ્યાપ ની ગતિ માં વધારો કરી નિર્મળઙ્ગભારત અભિયાનઙ્ગનો ઉદેશ્ય ૨૦૧૯ સુધી પૂર્ણ કરવો, લોકોને ખુલ્લામાં શૈાચમુકત જાગૃતિ અભિયાન ઙ્ગઅને સ્વાસ્થય શિક્ષણ દ્વારા ટકાઉ સ્વચ્છતાં પ્રણાલી માટે પ્રોત્સાહિત કરવાનો છે. અસ્વચ્છતા આપણી જાહેર બદી રહી છે. સામાન્ય રીતે ઘરમાં સ્વચ્છતા જાળવતાં આપણે એક રાજયના નાગરિક તરીકે વર્તીએ છીએ ત્યારે આપણી જીવનશૈલીમાં બદલાવ લાવવા સાથે અસ્વચ્છતા સામે અભિયાન ચલાવી સ્વચ્છતા અંગે નાનાં મોટાં કાર્ય થતાં રહ્યાં છે ત્યારે પૂરો દેશ જાગ્રત થાય તે માટે ૨, ઓકટોમ્બર ૨૦૧૪ના દિવસે. આ પહેલ ખુદ વડાપ્રધાને સ્વચ્છ ભારત અભિયાની પહેલ કરી દેશનાં શહેર-ગામડાં ચોખ્ખાં ચણાક કરી ૨૦૧૯માં ગાંધીજીની જન્મજયંતીને પૂરા થઈ રહેલાં દોઢસો વર્ષના નિમિત્ત્।ે સાચી શ્રદ્ઘાંજલિ આપવાની પણ નેમ રાખવામાં આવી છે. વન સ્ટેપ ટુ વર્ડ્સ કિલનલીનેસના સ્લોગનથી શત્નરૂ થયેલા આ કેમ્પેઇનની શરૂત્નઆત થતાં ઘરે ઘરે શૈાચાલય હોય તે સહિત કોમ્યુનિટી અને જાહેર શૌચાલય બનાવવા કામ જોરશોરમાં ચાલી રહ્યું છે. સ્વચ્છ ભારત અભિયાનથી દેશમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવી છે.  જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીના માર્ગદર્શનમાં વડાપ્રધાનશ્રીની આહલેકને સિધ્ધ કરવા આજ ની તાલીમ શિબિર ઉપયોગી બની રહેશે. કોસ્ટલ સેલીનીટી પ્રિવેન્શન સેલનાં ભરત પરમાર, યોગેશ ડોડીયા અને અરશી નંદાણીયાએ ફિલ્ડ પર લોકજાગૃતિ માટે કરવા પાત્ર કામગીરીની જાણકારી આપી હતી. જિલ્લા કો-ઓ સ્વચ્છતા અભિયાનનાં ડી.કે.ગોહીલે સમશ્યાનો સ્વીકાર, સમશ્યાનું નિદાન અને સમશ્યાનું નિરાકરણ કરવા તાલીમ કાર્યક્રમમાં પધારેલ વિવીધ વીભાગનાં અધિકારીઓને આવકાર્યા હતા.

(12:27 pm IST)