સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th May 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં સૂર્યપ્રકોપ યથાવતઃ પારો ૪૪ને પાર

ધોમધખતા તાપથી જનજીવન, પશુ- પશ્રીઓ આકુળ-વ્યાકુળઃબપોરે કફર્યુ જેવો માહોલ

રાજકોટ તા.૧૨: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને સૂર્ય પ્રકોપ યથાવત છે મહત્તમ તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને પાર થઇ જતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે.

બપોરના સમયે મહત્તમ તાપમાન વધતા કફર્યુ જેવો માહોલ છવાઇ જાય છે. અને આકરા તાપથી જનજીવન આકુળ-વ્યાકુળ થઇ ગયું છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આકાશમાંથી અગવવર્ષા વર્ષી રહી છે. ગઇકાલે રાજયમાં સોૈથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં૪૪.૩ ડિગ્રી નોંધાઇ છે જયારે અમદાવાદ બીજા નંબરે એટલે કે ૪૪.૦ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

 જયારે ઇડર ૪૩.૬, કંડલા એરપોર્ટ અને ગાંધીનગર ૪૩.૨, ભાવનગર ૪૩.૧ ડીસા ૪૨.૯, રાજકોટ ૪૨.૮ ભુજ અને વડોદરા ૪૧.૪ નલીયા ૩૮.૧, મહુવા (સુરત) ૩૭.૪ પોરબંદર ૩૫.૫, વેરાવળ ૩૨.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ભાવનગર

ભાવનગર મધ્યમ તાપમાને ૪૩ ની ડિગ્રીને પાર કરતા ગરમીનો પ્રકોપ વધતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. વૈશાખ માસના પ્રારંભ બાદ બીજા પખવાડીયામાં ઉણરાર્ધમાં પણ સૂર્યનારાયણ નું રોદ્ર સ્વરૂપ યથાવત રહેતા ભાવનગર જિલ્લામાં કાળઝાળ ગરમીના પગલે જનજીવન પર વ્યાપક અસર પડી રહી છે. દરમ્યાન ૨૪ કલાકમાં મધ્યમ તાપમાને ૨ ડિગ્રીના વધારા સાથે આજે ૪૩.૧ ડિગ્રી પાર કરતાં અંગ દઝાડતી કાળઝાળ ગરમીના પગલે લોકો તોબા પોકારી ગયા હતા.

આજે ભાવનગર નું મધ્યમ તાપમાન ૪૩.૧ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૮.૯ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૩ ટકા અને પવનની ઝડપ ૨૪ કિ.મી. પ્રતિ કલાક ની રહી હતી.(૧.૫)

(11:59 am IST)