સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th May 2018

મોરબીના બેલા પાસે ટ્રકે બાઇકને ઉલાળતા ભીલ પરિવારના બે બાળકોના મોત : માતા-પિતાને ઇજા

બે વર્ષનો અજય અને ૧II માસની નંદીનીને લઇને પિતા દલસીંગ અને પત્ની રંજના કારખાનેથી છૂટી પીપળી જતા હતા'ને કાળ ભેટયો : બે માસુમ બાળકોના મોતથી અરેરાટી

રાજકોટ, તા. ૧ર : મોરબીના બેલા ગામ પાસે આવેલા કારખાનામાં નોકરીએથી છૂટી પરપ્રાંતિય ભીલ દંપતિ તેના બે બાળકો સાથે ઘરે જઇ રહ્યા હતાં, ત્યારે બેલાગામ નજીક ટ્રકે-બાઇકને ઉલાળતા બે માસુમ બાળકોના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. જયારે દંપતિને ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ મોરબીના પીપળી ગામમાં રહેતા દલસીંગ નીનામા (ઉ.રપ) તેની પત્ની રંજના દલસીંગ નીનામા (ઉ.રર) બેલા ગામ આવેલ લેકસીકો સીરામીક નામના કારખાનામાં નોકરી કરતા હોઇ અને તેને પુત્ર અજય (ઉ.વ.ર) તથા પુત્રી નંદીની (ઉ.વ.૧ાા) બંને નાના હોવાથી તેને કારખાને સાથે લઇ જતાં હોઇ છે. આથી રાબેતા મુજબ દલસીંગભાઇ અને રંજના ગઇકાલે પોતાના બંને બાળકોને લઇને કારખાને ગયા હતા. બાદ સાંજે ભીલ દંપતિ કારખાનેથી છૂટી બાઇક પર તેના બે બાળકો અજય અને નંદીનીને લઇ પીપળી પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતાં. અજય બાઇકમાં આગળ બેઠો હતો અને નંદીની બાઇક પાછળ તેની માતાના ખોળામાં બેઠ હતી. દરમિયાન બેલાગામ નજીક કોઇ અજાણ્યા ટ્રકના ચાલકે બાઇકને ઉલાળતા ભીલ દંપતિ તેના બે બાળકો સાથે ફંગોળાઇ ગયું હતું. અકસ્માત સર્જાતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા ત્યાં બે વર્ષના અજયનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું. બાદ ઇજાગ્રસ્ત દલસીંગભાઇને મોરબી બાદ રંજના અને પુત્રી નંદીનીને સારવાર માટે રાજકોટ સ્ટર્લીંગ હોસ્પિટલમાં ખસેડાયા હતાં ત્યાં ૧ાા વર્ષની નંદીનીનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. પતિ દલસીંગ અને પત્ની રંજના સારવાર હેઠળ છે. આ અંગે યુનિર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અજયસિંહ ચુડાસમાએ પ્રાથમિક કાગળો કરી મોરબી મોકલ્યા છે.(૮.૯)

 

(11:57 am IST)