સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th May 2018

ધોરાજી વોર્ડ નં.૯માં રોડના અધૂરા કામો વહેલી તકે પૂરા કરવા માંગણી

ધોરાજી તા.૧૨ : વોર્ડ નં.૯ના અધુરા કામો પૂરા કરવા માંગણી ઉઠી છે. નગરપાલીકાના જૂના વોર્ડ નં.૧૧ અને હાલના વોર્ડ નં. ૯માં જે રાજય સરકાર દ્વારા પાકા રસ્તાઓ કરવા માટે કરોડો રૂ.ની ગ્રાન્ટો આપેલ છે પરંતુ છેલ્લા ઘણા દિવસોથી રોડ રસ્તાઓના કામો બંધ હોય અને નાગરીકો અને વૃધ્ધોને અને બાળકોને ચાલવામાં તકલીફો પડે છે.

આવી પરિસ્થિતિમાં રસ્તાના અધુરા કામો તાત્કાલીક પૂરા કરવા અંગે નગરસેવક પરેશભાઇ વાગડીયા, જયેશભાઇ વઘાસીયા, વજુભાઇ હિરપરા, પ્રફુલભાઇ બાબરીયા સહિતનાઓએ નગરપાલીકાના ચીફ ઓફીસરને રજૂઆત કરી વિકાસના કામો તાત્કાલીક ચાલુ કરવા રજૂઆત કરેલ છે.

(11:57 am IST)