સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th May 2018

બાબરા પંથકનાં ચેકડેમોનુ નિરીક્ષણ કરતા આર. સી. ફંળદુ

બાબરા તાલુકા ના નવાણીયા ગરણી ચમારડી ગામે સરકાર શ્રી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત રાજયના કેબીનેટ મંત્રી અને જીલ્લા પ્રભારી આર સી ફંળદુ એ ચેક ડેમ ની મુલાકાત લીધી હતી રાજય સરકાર અને દાતા ઓ ના સહયોગથી સુજલામસુફલામ યોજના ના કામો બાબરા તાલુકામા પુરજોશમાં ચાલુ છે ચમારડી ગામે બાબરા લાઠી દામનગર ના ભાજપ ના આગેવાન ભામાશા ગોપાલભાઈ વસ્તરપરા ના સહયોગથી નદી ઉંડી ઉતારવા નુ કામ ચાલુ તેમજ નવાણીયા અને ગરણી ગામે પણ દાતા ઓ ના સહયોગથી કામ ચાલુ છે આગામી સમયમાં સરકાર ની આ યોજના ખેડૂતો ને લાભદાય નિવડે તેમ છે કેબીનેટ મંત્રી આર સી ફંળદુ એ બાબરા તાલુકા ચાલી રહેલા ચેક ડેમ ના કોમો મા સહભાગી થનાર તમામ દાતા ઓ નો આભાર માન્યો હતો આ પ્રસંગે જીલ્લા ભાજપના હીરેનભાઇ હીરપરા ગોપાલભાઈ વસ્તરપરા માજીધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા તાલુકા ભાજપ ના પ્રમુખ નિતીનભાઇ રાઠોડ મહામંત્રી મહેશભાઈ ભાયાણી બિપીનભાઇ રાદડીયા જીવાજીભાઇ રાઠોડ લલીતભાઇ આંબલીયા અલ્તાફભાઇ નથવાણી ભુપેન્દ્રભાઇ બસીયા બાદુરભાઇ બકોતરા જીવરાજભાઈ લાહર હિંમતભાઇ દેત્રોજા રાજુભાઇ વિરોજા દામજીભાઇ લીબાસીયા સહીત આગેવાનો સરપંચ શ્રી ઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર, અહેવાલઃ મનોજ કનૈયા, બાબરા)

(11:49 am IST)