સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th May 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં મંગળવારે શનીદેવ ભગવાન જયંતી ઉજવાશેઃ બુધવારથી પુરૂષોતમ મહિનાનો પ્રારંભ

રાજકોટ, તા., ૧૨: તા.૧પ ને મંગળવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શનીદેવ ભગવાન જયંતીની ઉજવણી કરવામાં આવશે. જયારે તા.૧૬ને બુધવારથી પુરૂષોતમ મહિનાનો પ્રારંભ થશે.

૧પ મેને મંગળવારનો દિવસ પનોતી નિવારણ સહીતના કાર્યો માટે વર્ષનો સર્વશ્રેષ્ઠ દિવસ રહેશે. મંગળવાર અને શનિવાર શનિ ભગવાન તથા હનુમાનજીની આરાધના માટે મહત્વનો માનવામાં આવે છે.

હિંદુ શાસ્ત્રોમાં પુરૂષોતમ મહિના દરમિયાન આરાધના અને ઉપાસનાનું વિશેષ મહત્વ છે.

શનિદેવને રીઝવવા માટે તેમના કે હનુમાનજીના દર્શન, હનુમાન ચાલીસા-સુંદરકાંડના પાઠ કરવા જોઇએ. શનિદેવને સરસીયાનું તેલ, કાળા તલ, કાળા અડદ અર્પણ કરવા જોઇએ. ગરીબ તથા જરૂરીયાતમંદ લોકોને વસ્ત્રનું અને અન્નનુ દાન કરવું જોઇએ.

(11:46 am IST)