સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th May 2018

ગોંડલમાં એટ્રોસિટીની બે ફરીયાદ

દલિત પરણિતાએ પતિ સામે માર મારી હડધુત કર્યાનો અને ભગવતપરામાં બે દલીત યુવાનોને નવ શખ્સોએ છરી બતાવી માર માર્યાનો ગુન્હો નોંધાયો

ગોંડલ, તા.૧૨: શહેર પોલિસ મથકમાં એટેસીટીના બે ગુન્હાઓ નોંધાયા છે. મળતી વિગતો મુજબ પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર ૧૬૫ માં રહેતા રાજેશ્રીબેન વિશાલભાઈ બોરડે સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેના પતિ વિશાલ વિનોદભાઈ બોરડ સાથે એકટીવા મોટરસાયકલ લઈ અને માથાકૂટ થવા પામી હતી દરમિયાન વિશાલે તેઓને મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા, પોલીસે ipc ૩૨૩ તેમજ એટ્રોસીટી એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ડીવાયએસપી એસસીએસટી સેલના એ હાથ ધરી હતી.

એસ્ટ્રોસીટી ની બીજી ફરિયાદમાં શહેરના ભગવતપરા ખાતે રહેતા ભાવિન રમેશભાઈ ગેડિયા અને તેનો મિત્ર જયદીપ પરમાર પટેલ વાડી પાસે બેઠા હતા ત્યારે ભગવતપરામાં જ રહેતા અક્રમ આદમાંણી, અહેમદ આદમાંણી સહિતના નવ શખ્સો એ આવી સામું જોવા બાબતે ઢીકા-પાટુનો મારમારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.પોલીસે ipc ૩૨૩ ૩૯૫ તેમજ એસ્ટ્રોસીટી એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ડીવાયએસપી એસ.સી એસ.ટી.ના હાથ ધરી હતી આ બનાવમાં રૂ ૧૯૦૦ ની લૂંટની પણ ફરિયાદ નોંધાવાઈ છે.

(11:39 am IST)