સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th May 2018

ઓખા પાલિકાના ભ્રષ્ટાચાર અંગે હાઇકોર્ટમાં પીટીશન

ખંભાળીયા, તા. ૧ર : દેવભૂમિ દ્વારકા જિલ્લાની સૌથી મોટી નગરપાલિકાઓમાં પાલિકા તેના ભ્રષ્ટાચાર અંગે પણ કુખ્યાત છે. હાલમાં સરકાર તરફથી ખુદ ફરીયાદી બનીને કરોડો રૂપિયાનું ટોયેલેટ સબસીડીમાં ભ્રષ્ટાચારનું કૌભાંડ થયેલુ તેની તપાસ જામનગર એ.સી.બી. દ્વારા મોટાપાયે ચાલી રહી છે તથા થોડા દિવસ મહેલા જ ભ્રષ્ટાચાર અંગે ઉપવાસ આંદોલન પણ થયું હતું તથા દ્વારકા ડે. લેકટર કચેરીમાં આવેદનપત્ર અને ઉપવાસો પણ થયા હતાં ત્યારે ભ્રષ્ટાચાર અંગે ઓખાના એક નાગરિક દ્વારા હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરતા ચકચાર જાગી છે.

કલમેશ પીઠાભાઇ નામના આ શખ્સે સોગંદનામું કરીને પુરાવા સસાહિત્ય સાથે શ્રી સરકાર તથા ઓખા નગરપાલિકામાં થયેલા ભ્રષ્ટાચાર અંગે વિગતવાર ફરીયાદ અરજી હાઇકોર્ટમાં દાખલ કરતા સમગ્ર જિલ્લામાં ચર્ચા જાગી છે કે ઓખા પાલિકાનો ગેરવહીવટ હવે છેક હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે.

(11:39 am IST)