સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th May 2018

કચ્છના અંજારના લગ્નપ્રસંગમાં બે અલગ અલગ બંદુકમાંથી ધડાધડ ફાયરિંગનો વિડિઓ વાયરલ

ઠાઠ બતાવવા લગ્નમાં હાજર લોકોના જીવ જોખમમાં મૂકીને ફાયરિંગ

 

લગ્ન પ્રસંગમાં ફાયરિંગ થયાનો વિડિઓ વાયરલ થયો છે વિડિઓ કચ્છના અંજારમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગનો હોવાનું મનાય છે કચ્છના અંજારમાં એક લગ્ન પ્રસંગના વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક લગ્ન સમારંભમાં હાજર લોકોના જીવ જોખમમાં મૂકીને હવામાં ધડાધડ ફાયરિંગ કરી રહ્યો છે.લગ્ન જેવા પ્રસંગમાં પોતાનો ઠાઠ બતાવવા માટે આજકાલ પિસ્ટલ, બંદૂકમાંથી ફાયરિંગ કરવાનો કુ-રિવાજ ખૂબ ફેલાયો છે. અંજારના કૌશલ વાણિયા અને કુલદીપ પંડ્યા નામના વ્યક્તિઓએ ફાયરિંગ કર્યું હોવાનું માલુમ પડ્યું છે. બંનેએ અંગેનો વીડિયો તેમજ તસવીરો ફેસબુક પર પણ પોસ્ટ કરી છે.

  વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્ન પ્રસંગે એક વ્યક્તિ બે અલગ અલગ બંદૂકમાંથી ફાયરિંગ કરી રહ્યો છે. વ્યક્તિ જ્યારે ફાયરિંગ કરે છે ત્યારે બાજુની ખુલ્લી જીપમાં દુલ્હો અને દુલ્હન પણ નજરે પડી રહ્યા છે. બીજા એક વીડિયોમાં ફાયરિંગ કરનાર વ્યક્તિ કોઈ અન્ય જગ્યાએ પોતાની પિસ્ટલમાંથી ફાયરિંગ કરતો નજરે પડી રહ્યો છે. નોંધનીય છે કે થોડા મહિના પહેલા જૂનાગઢના લગ્ન પ્રસંગમાં ફાયરિંગનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં બાદમાં તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

(12:37 am IST)