સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

મોરબીના ઉંચી માંડલ નજીક ફેકટરીના મશીન પટ્ટામાં આવી જતા યુવાનનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૨: મોરબીના ઉંચી માંડલ ગામ નજીક આવેલ મેક્ષ ગ્રેનાઈટ કારખાનામાં કામ કરતા ભૂરુંભાઈ રડીયાભાઈ વાતકલા (ઉ.વ.૨૨) કારખાનામાં કામ કરતા હોય ત્યારે અકસ્માતે મશીન પટ્ટામાં આવી જતા મોત થયું હતું તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

દારૂ સાથે એક ઝડપાયો

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા મેઈન રોડ પરથી પસાર થતા નવાબ ઉર્ફે બાદશાહ ફતેમામદ દાદુભાઈ કટીયા રહે મોરબી વિસીપરા મેઈન રોડ વાળાને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની ૧૮ બોટલ કીમત રૂ ૯૦૦૦ અને બીયર ૨૪ નંગ કીમત રૂ ૨૪૦૦ સહીત કુલ રૂ ૧૧,૪૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

નદીમાં ડૂબી જતા મોત

મોરબીના ખાખરાવાળી મેલડી મંદિર પાસે નદીમાં ડૂબી જતા યુવાનનું મોત થયું છે મોરબીના રણછોડનગરના રહેવાસી વિનોદ મોતીભાઈ ચૌહાણ (ઉ.વ.૩૨) નામનો યુવાન મેલડી માતાજી મંદિર પાસે નદીમાં ન્હાવા જતા ડૂબી જતા મોત થયું છે તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપ્યા

મોરબીના જેતપર ગામે રહેતા કિશોર બચુભાઈ કોળીના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરાતું હોય જે બાતમીને પગલે મોરબી એલસીબી ટીમે સ્થળ પર દરોડો કર્યો હતો જેમાં આરોપીના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ ૯૫ નંગ કીમત રૂ ૩૬,૦૦૦ અને અંગ્રેજી દારૂના ચપલા નંગ ૧૭૦ મળીને કુલ ૫૩,૦૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે એલસીબી ટીમે આરોપી કિશોર બચું કોળી રહે હાલ જેતપર ચકમપરના રસ્તે મૂળ ગામ જોગડ તા. હળવદ અને કરણ ગોરધન મકવાણા રહે જેતપર વણકરવાસ મોરબી એમ બે ઇસમોને ઝડપી લીધા છે.

(1:30 pm IST)