સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

યુવા ભાજપ તથા લાયન્સ કલબ ઓફ જસદણના સહયોગથી રસીકરણ

 જસદણ : કોવીડ ૧૯ રસીકરણ મેગાકેમ્પ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં જસદણ તેમજ આજુબાજુના વિસ્તારના ૪૫૦ કરતા પણ વધુ નાગરીકોએ કોરોના સામે રક્ષણ માટે કોવીડ વેકસીનનું રસીકરણ કરાવેલ હતુ અને આ પ્રસંગે જસદણ ભાજપ યુવા પ્રમુખ વિજયભાઇ રાઠોડ, ડો.કેતનભાઇ પટેલ જસદણ ન.પા. પુર્વ પ્રમુખ ભરતભાઇ એલ.છાયાણી, યુવા ભાજપની ટીમ સુરેશભાઇ છાયાણી, દિપુભાઇ ધોબી, બાવનજીભાઇ સખીયા, ભાજપ શહેર પ્રમુખ અનિલભાઇ મકાણી, અમરસિંહ રાઠોડ, જાણીતા વકીલ લાલજીભાઇ શિવરાજપુર વાળા નોટરી હસુભાઇ રોકડ ઇન્ચાર્જ પંકજભાઇ, ઇન્ચાર્જ ડો.કેતનભાઇ તથા લાયન્સ કલબ ઓફ જસદણ યુનિકના પ્રમુખ રમેશભાઇ હીરપરા, નવદીપભાઇ રામાણી, દિનેશભાઇ ડોબરીયા, યશભાઇ ડોબરીયા તેમજ અન્ય સભ્યો હાજર રહ્યા હતા. (તસ્વીર - અહેવાલ : હુસામુદ્દીન કપાસી, જસદણ, કરશન બામટા, આટકોટ)

(12:13 pm IST)