સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

વાંકાનેર : સરકારી-ખાનગી હોસ્પિટલોને કોરોના સારવારના ઇન્જેકશનોનો પુરતો જથ્થો આપવા માંગણી

ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા દ્વારા કલેકટરને રજૂઆત

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.૧૨ : કોરોના સંક્રમણની ભયાનકતાને હળવી કરવા જરૂરી કોરોના માટેના ઇન્જેકશન તથા ઓકસીજન સીલીન્ડરનો પુરતો પુરવઠો હોસ્પિટલમાં મળે તેવી વ્યવસ્થા કરવા ધારાસભ્ય મહંમદ જાવેદભાઇએ કલેકટરને રજૂઆત કરી છે.

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં કોરોનાના અસંખ્ય કેસો ડીટેકટ થાય છે. બીજા તબકકામાં આ કોરોના સ્ટેટનો ફેલાવો ઝડપી અને જોખમી હોવાના કારણે દર્દીને તાત્કાલીસ સારવાર ન મળે તો ત્રણ - ચાર દિવસમાં જ શ્વાસની તકલીફના અંતે દર્દી મૃત્યુ પામે છે.

હાલમાં કોરોના કેસોની વ્યાપકતાના પરિણામે હોસ્પિટલમાં જગ્યાઓ નથી પરિણામે દર્દીને સમયસર સારવાર મળતી નથી. કમોરોના સારવાર માટેના ઇન્જેકશનો તથા ઓકસીજન સીલીન્ડરનો પુરતો જથ્થો સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોને મળતો ન હોવાથી ઇન્જેકશન તથા ઓકસીજનના અભાવે અનેક દર્દીઓ મૃત્યુ પામે છે. તેમ ધારાસભ્ય મહંમદ જાવેદભાઇ પીરઝાદાએ રજૂઆતમાં જણાવેલ છે.

(12:08 pm IST)