સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

લોધીકા તાલુકાના મેટોડા તેમજ સાંગણવા ગ્રામ પંચાયતના ગામો સંપૂર્ણ બંધનો નિર્ણય

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા,તા.૧૨: લોધિકા તાલુકાના મેટોડા તેમજ સાંગણવામા સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય ગ્રામપંચાયતોએ કર્યો છે.

લોધીકા તાલુકાનું મેટોડા ગામ જે ઉદ્યૌગિક વસાહત થી નજીક છે અને ગામની અંદર કોરોના સંક્રમણ નું પ્રમાણ વધતાં ગામ ના સરપંચ શ્રી શૈલેષભાઈ વેકરીયા તેમજ વેપારી ભાઈઓ અને ગ્રામજનો દ્વારા એક નિર્ણય કરવામાં આવેલ છે કે સવારે ૯થી સાંજના ૬ સુધી તમામ દુકાનો બંધ અને અગત્યના કામ વિના ગામ લોકો એ ધરની બહાર ન નીકળવા નિર્ણય લિધેલ છે અને બહાર નિકળો ત્યારે માસ્ક અવશ્ય પહેરવા તેવીજ રીતે લોધિકા થી ૩ કિલો મીટર સાંગણવા ગ્રામપંચાયતે પણ નિર્ણય લિધેલ છે કે ગામ ની દુકાનો સવારે ૬ થી ૯ ખુલશે તો અને ગામ લોકો એ તમામ ખરીદી શાંતિથી કરી લેવા વિનંતી ગામ લોકો એ માસ્ક અવશ્ય પહેરવા ઇમરજન્સી કામ વિના ઘરની બહારન નીકળવા વિનંતી છે તો જે ધરની અંદર કોરોના પોઝિટિવ કેસ હોય તે પરીવારના લોકોએ ૧૪ દિવસ ફરજિયાત કોરનટાઇન રહેવું ભુલથી પણ ઘરની બહાર ન નીકળવું નહીંતર ગ્રામપંચાયત સરપંચ દ્વારા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું ગ્રામપંચાયત સરપંચ એમ.કે.કોરાટની યાદીમાં જણાવે છે.

(12:03 pm IST)