સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

જસદણ શહેર આજથી એક અઠવાડિયું અડધો દિવસ બંધ રહેશે: મેડિકલ સ્ટોર્સ દુધ વેચાણના એકમો ખૂલ્લા રહેશે

જસદણમાં શેરી ગલીમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓ હોવાથી આખરે બજારો બપોર પછી અડધો દિવસ બંધ કરવાનું નકકી થતા આજ સોમવારથી બપોર પછી બજારો બંધ રહેશે. જેમાં મેડિકલ સ્ટોર્સ દુધ વેચાણના એકમો ખૂલ્લા રહેશે એમ જાણવા મળેલ છે.
તાલુકાના ભાડલા આટકોટ અને નજીકના વીંછીયા તાલુકાને બાદ કરતા હવે જસદણ શહેર પણ પડમાં આવતા હવે શહેરમાં બપોર પછી લોકોની અવર જવર ઘટી જશે

સામાજીક કાર્યકર હરિભાઈ હિરપરાએ એક યાદીમાં જણાવ્યું છેકે હાલ જસદણ શહેરમાં આવેલ સરકારી અને ખાનગી હોસ્પિટલ બંને ફૂલ થઈ ગઈ છે. ત્યાર આવા સંજોગોમાં શહેરમાં વધુ એક હોસ્પિટલ સરકારે ઉભી કરવી જોઈએ

(10:42 am IST)