સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th April 2019

બગસરા પાસે પતિના બાઇક પરથી પડી જતા જાબીયાબેન ભારમલનું મોત

પુત્રને સ્કૂલે લેવા જતી વખતે બનાવઃ મહિલાએ રાજકોટની હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટ તા.૧૨: અમરેલીના બગસરા પાસે પતિના બાઇક પાછળથી પડી જતા અકસ્માતમાં ઘવાયેલ મહિલાનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજયું હતું. મળતી વિગત મુજબ બગસરા ગામમાં રહેતા જાબીયાબેન હુશેનભાઇ ભારમલ (ઉ.વ.૨૭) ગત તા. પના રોજ પતિના બાઇક પાછળ બેસી પુત્રને સ્કૂલે લેવા માટે જતા હતા. ત્યારે બાઇક પાછળથી પડી જતાં માથમાં ઇજા થતા તેને સારવાર માટે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન ગઇકાલ ેમોત નિપજયું હતું.આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે પ્રાથમિક કાગળો કરી બગસરા મોકલવા તજવીજ હાથ ધરી છે.

(12:19 pm IST)