સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th April 2019

પાટણવાવમાં આઇપીએલમાં સટ્ટો રમાડતા મોરબીના શખ્સની ધરપકડ

ઉપલેટા તા.૧૨: પાટણવાવ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વાય.બી. રાણા પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પો.હેડ કોન્સ. મેહુલભાઇ સુવાને મળેલ બાતમીના આધારે આરોપી રાહુલભાઇ કિરીટભાઇ વડાલીયાના મકાન પર રેઇડ કરતા આઇ.પી.એલ.ના લાઇવ ક્રિકેટ મેચ પર ટીવીમાં જોઇ તેના પર રનફેર પર મોબાઇલ ફોન દ્વારા આંકડા લઇ પોતાના ફાયદા માટે પૈસાની લેતી દેતીનો કપાત આધારિત જુગાર રમતા રાહુલભાઇ કિરીટભાઇ વડાલીયા રહે. મોટીમારડ હાલ રહે. ઉમા ટાઉનશીપ સામાંકાંઠે મોરબી ઉ.વ.૨૭ વાળા પાસેથી રોકડ રૂપિયા ૧૦.૬૬૦/- મોબાઇલ નંગ -૪ કિંમત રૂ. ૧૬૦૦૦/- તથા એલજી કંપનીનું ૩૨ ઇંચનું ટીવી ૧ કિંમત રૂ. ૧૫૦૦૦/- સેટઅપ બોકસ કિંમત રૂ. ૧૦૦૦/- સહિત પરચુરણ વસ્તુ મળી કુલ રૂપિયા ૪૩,૩૧૫નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં અરૂણભાઇ ખટાણા, પો.કોન્સ. પારસભાઇ જાંબુડીયા, દુષ્યંતરાજસિંહ વાળા, ખીમજીભાઇ હુણ, દિવ્યરાજસિંહ પઢીયાર સહિતનાઓ જોડાયા હતાં.

(12:10 pm IST)