સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th April 2019

દ્વારકા જીલ્લા યુનિટ ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા ડાયરો

 મીઠાપુરઃ ઓખા મંડળ તાલુકાના છેવાડાના ગામ મીઠાપુર અને સુરજકરાડીના અનુસુચિત જાતીના લોકો દ્વારા ભીમ આર્મી નામની એક સંસ્થા કાર્યરત છે. આ ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારકા જીલ્લા યુનિટ દ્વારા આગામી ૧૪ એપ્રિલના આવી રહેલા ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના ૧ર૮માં જન્મ મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે ગત તારીખ ૧૧ એપ્રિલના રોજ બહુજન સાહિત્યકાર અને સોરઠના સાવજની ઉપમા ધરાવતા આયુ. વિશન કાથોડ દ્વારા એક ભવ્ય ભીમ ડાયરાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ભીમ ડાયરો વણકર વાસ આરંભડા ખાતે યોજાયો હતો. આ તકે મોટી સંખ્યામાં ઓખામંડળનો અનુસુચિત સમાજ મોટી સંખ્યામાં સહર્ષ જોડાયો હતો અને વિશન કાથડ દ્વાર ડો. બાબાસાહેબના જીવન, તેમના દ્વારા રચાયેલ સંવિધાન અને તેમની સિદ્ધિઓ વિષે જ્ઞાન પીરસી ત્યાં ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ ઉપરાંત યુવાનોને વ્યસન ના કરવા અને સમાજ માટે ફૈંક કરી છુટવાની ભાવના રાખી આગળ વધવા પર ભાર મુકયો હતો. (તસ્વીર-અહેવાલઃ દિવ્યેશ જટણીયા-મીઠાપુર)

(12:10 pm IST)