સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th April 2019

જુનાગઢ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પેપર લીંક મામલે પ્રિન્સીપાલ-સુપરવાઇઝરની પૂછપરછ

પ્રફુલ બંધીયા, તરંગ રામ સહિત અન્ય શખ્સોની સંભવિત સંડોવણી અંગે તપાસ

જુનાગઢ, તા. ૧ર : ભકત કવિ નરસિંહ મહેતા યુનિ.ના બી.એસી સેમેસ્ટર-૪ના કેમેસ્ટ્રીના પેપર લીક મામલે સુપાસી ખાતેની અર્જુન કોલેજના પ્રિન્સીપાલ પ્રફુલ રામભાઇ બંધીયા અને સુપરવાઇઝર તરંગ જગમાલભાઇ રામની પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

જુનાગઢ એએસપી સાગર બારમારે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે પેપર લીક પ્રકરણમાં અર્જુન કોલેજના વિદ્યાર્થી જસ્મીન હરેશ માથુકીયા અને ધવલ ટાંકની ધરપકડ કરી બંન્નેને રીમાન્ડ ઉપર મેળવવામાં આવેલ.

આ શખ્સોએ પરીક્ષાના સમય પહેલા એક કલાક અગાઉ પેપર આપી દેવામાં આવતું હોવાની કબુલાત આપતા કોલેજના પ્રિન્સીપાલ પ્રફુલ બંધીયા અને સુપરવાઇઝ તરંગ રામની ગઇકાલે અટકાય કરવામાં આવેલ છે.

આ પ્રકરણમાં અન્ય કોઇ શખ્સોની સંડોવણી છે કે કેમ તે અંગે પ્રફુલ બંધીયા અને તરંગ રામની આજે સવારથી પૂછપરછ ચાલી રહી છે. સાંજે આગળની કાર્યવાહી કરાશે.

(12:07 pm IST)