સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th April 2019

ધોરાજીમાં દેશી ફ્રીઝનું ધૂમ વેચાણ

 ધોરાજીઃ સમગ્ર દેશમાં એક તરફ ચૂંટણીની ગરમી છે. અને બીજી તરફ સૂર્યદેવએ આકરા મીજાજમાં આવતા ગરમીનો પારો ઉપર ચડવા લાગતા લોકો જુની પરંપરા વાળા દેશી માટલા ખરીદવા ઉમટી પડયા છે. શાક માર્કેટ પાસે છેલ્લા પાંચ દાયકાથી માટલા બનાવીને વેચતા રાજુભાઇ કુંભારને ત્યાં માટલા લેવા પડાપડી થયેલ. રાજુભાઇ કુંભારએ જણાવેલ કે હજુપણ લોકો માટલા લે છે. અને કુદરતી રીતે ઠંડુ પાણી માટલામાં થાય છે. છેલ્લા પ૦ વર્ષથી અમો અને અમારો પરિવાર માટલા બનાવીને વેંચીએ છીએ જેમાં હવે આધુનિક ડિઝાઇન વાળા માટલાઓ પણ અમે બનાવીએ છીએ. જે દેખાવમાં સુંદર હોય છે. પણ લોકો ઉનાળામાં કુદરતી ફ્રિઝ એટલે માટલા લઇ ગરમી મે ઠંડી કા અહેસાસ દેશી માટલામાં જ હોય દેશી માટલા ખરીદતા ગ્રાહકો નજરે પડે છે.

(9:31 am IST)