સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th March 2019

પોરબંદર જેસીઆઇની કામગીરીને બીરદાવીઃ

પોરબંદરઃ જેસીઆઇ ઇન્ડીયાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ સિધ્ધાલિંગપ્પા પોરબંદરની મુલાકાતે પધાર્યા હતા. તેમણે જેસીઆઇ પોરબંદરના હોદેદારો સાથે બેઠક યોજી અને કામગીરીની માહિતી મેળવી હતી. પાંચ વર્ષની કામગીરીનો રેકોર્ડ જોઇ પ્રભાવિત થયા હતા હોદેદારોને અભિનંદન પાઠવ્યા હતા. ટુંકા સમયમાં કરેલી પ્રગતિને રાષ્ટ્રીય ઉપપ્રમુખ બિરદાવી હતી. આ બેઠકમાં આગામી સમયમાં જેસીઆઇ ઇન્ડીયા દ્વારા યોજાનારા કાર્યક્રમો અને તાલિમ શિબિરોની માહિતી રજુ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય ઉપપ્રમુખ સિધ્ધાલિંગપ્પાની આ મુલાકાતની ચેરમેનશીપ જેસીઆઇ પોરબંદરના ઉપપ્રમુખ સુમિત સલેટે કરી હતી. ઝોન પ્રમુખ સતિષ કોયાણી, ઝોન ઉપપ્રમુખ સમિર જાની, ટુર કોર્ડિનેટર કલ્પેશ અમલાણી અને જેસીઆઇ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેસીઆઇની કામગીરીને બિરદાવી તે તસ્વીર. (૭.૧ પ)

(12:06 pm IST)