મોરબીના અપહરણ કેસમાં વોન્ટેડ વિરમ કોળી દોઢ વર્ષે પકડાયો
ભોગ બનનાર સગીરા પણ ત્રણ માસની પુત્રી સાથે મળી આવી
મોરબી તા. ૧૨ : મોરબી તાલુકા હદ વિસ્તારમાંથી દોઢ વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરનાર શખ્સને ઝડપી લેવામાં એસઓજી ટીમને સફળતા મળી છે અને દોઢ વર્ષેથી વોન્ટેડ આરોપી સાથે ભોગ બનનાર સગીરા અને તેની ત્રણ માસની પુત્રી મળી આવી હતી.
મોરબીના તાલુકા પોલીસમથકમાં વર્ષ ૨૦૧૬ માં એક સગીરાના અપહરણ અંગે ગુન્હો નોંધાયેલો હોય જે ગુન્હો વણ ઉકેલાયો હોય જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમના પીઆઈ એસ.એન. સાટીની ટીમે ચલાવેલી તપાસમાં આરોપી વિરળ સોમાભાઈ સોમાણી જાતે કોળી (ઉ.વ.૨૬) રહે. પેથાપુર મફતિયાપરા જી. ગાંધીનગર વાળાને તેના ઘરેથી અટકાયત કરી લેવામાં સફળતા મળી છે તેમજ ભોગ બનનાર ૧૫ વર્ષની સગીરા અને તેની ત્રણ માસની દીકરી મળી આવતા તાલુકા પોલીસ મથકે સોપવામાં આવ્યા છે.