વાંકાનેર પાલિકાની ૨૮ બેઠક માટે ૧૦૨ ફોર્મ ઉપડયાઃ ૩ અપક્ષોએ ફોર્મ ભર્યા
(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૧૨ :. તાલુકા પંચાયતની કુલ ૨૪ સીટ માટે કોંગ્રેસે તમામ સીટ માટે ઉમેદવારો જાહેર કરી તમામ ૨૪ સીટ ઉપર ઉમેદવારોને ફોર્મ ભરાવીને ભાજપને ઉમેદવારી કરવા પાછળ રાખી દીધેલ તેમજ મોરબી જીલ્લાની વાંકાનેરની છ સીટ માટે ૫૨ ફોર્મ ઉપાડીને ૧૧ ફોર્મ જીલ્લાની છ સીટ માટે ઉમેદવારી ફોર્મ ભરેલ છે ્ને ૧૨ મામલતદાર કચેરીમાં ૨૦ ફોર્મ ભરેલ છે જ્યારે તાલુકા વિકાસ અધિકારી પાસે ૧૨ સીટ માટે ૧૫ ફોર્મ ભરીને રજુ કરેલ છે.
નગરપાલિકાની ૨૮ સીટ માટે ૧૦૨ ફોર્મ ઉપાડેલ. જેમા ત્રણ અપક્ષોએ ફોર્મ ભરેલ છે. ભાજપ દ્વારા તાલુકાની ૨૪ સીટ માટે ઉમેદવારો આજે જાહેર કરેલ અને જીલ્લાની છ બેઠક એટલે કે મહીકા, રાજાવડલા, ચંદ્રપુર, રાતીદેવડી, તીથવા, લુણસરના પાર્ટીના ૨૪ તાલુકા તથા છ જીલ્લા પંચાયતની ઉમેદવારોની યાદી આજે જાહેર કરતા અનેક ઉમેદવારોમાં સોંપો પડી ગયો છે.
મોરબી તાલુકા પંચાયતની ૨૪ અને મોરબી જીલ્લાની ૬ બેઠક માટે ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે.