સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th February 2019

અલંગમાં રકતદાન કેમ્પ

 ભાવનગરઃ દુનિયા છોડીને ગયેલ વ્યકિત પાછળ સારા કર્મના કારણે લોકો સારા કાર્ય પણ કરે છે.એટલે જ કહેવાયુ હશે કરેલા કર્મ ફોગટ જતા નથી. મૂળ તળાજાના મણાર ગામના વિજયભાઈ ભટ્ટ અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં હુલામણા વિજાશેઠના નામથી ઓળખાતા હતા. દિલેરી અને પરોપકારી કર્મના કારણે તેઓ લોકોના દિલમાં રાજ કરતા હતા. અગ્રણી વેપારી હતા. તેમનું એક વર્ષ પહેલા માર્ગ અકસ્માતે મોત થયેલ હતું. તેમની પુણ્યતિથિને લઈ આજ વેપારીઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ હતો. જેમાં ૨૬૮ બોતલ વિજભાઈ ભટ્ટની યાદમાં વેપરીઓ દ્વારા આપવામાં આવ્યૂ હતું. રાજનભાઈ ભટ્ટ, વિજયભાઈ ધાંધલિયાએ જણાવ્યુ હતું કે પ્રથમ વખત આટલી મોટી સનખ્યાંમાં લોકો રકતદાન કરવા એકઠા થયા હતા. હિંદી મુસ્લિમ સૌએ રકતદાન કરયુ હતું. તે પ્રસંગની તસ્વીર.(૨૩.૪)

(2:03 pm IST)