સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th February 2019

જાફરાબાદ પંથકમાં રૂ.૨.૬૬ લાખના દારૂ સાથે ૩ ઝડપાયા

અમરેલી-રાજુલા, તા.૧૨: પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય નાઓએ અમરેલી જીલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે એલ.સી.બી.  ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે, શૈલેષ નાજભાઇ ધાખડા, રહે.કોટડી, તા.રાજુલા વાળો સફેદ કલરની અલ્ટો કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઇ જાફરાબાદના વિપુલ દાનાભાઇ શિયાળને આપવા માટે જાય છે તેવી ચોક્કસ બાતમી મળતાં જાફરાબાદ ટાઉનમાં વાપાળીયા જવાના રસ્તે બાપા સીતારામ ચોક પાસે વોચ ગોઠવતાં ત્રણ ઇસમો અલ્ટો કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે હિતેષ મગનભાઇ બારૈયા, ઉં.વ.૨૦, રહે.જાફરાબાદ, વાપાળીયાપરા, શૈલેષ નાજભાઇ ધાખડા, ઉં.વ.૨૬, રહે.કોટડી, તા.રાજુલા, વિપુલ દાનાભાઇ શિયાળ, ઉં.વ.૧૯, રહે.જાફરાબાદ, જલારામ સોસાયટી. ને ઝડપી લીધા છે. ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૧૮૦, કિં.રૂ.૫૪,૦૦૦/- તથા મારૂતિ અલ્ટો કાર રજી.નંબર વગરની કિં.રૂ.૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૪, કિં.રૂ.૧૨,૦૦૦/- મળી કુલ કિં.રૂ. ૨,૬૬,૦૦૦/- નો મુદ્દામાલ પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમ્યાન આ ભારતીય બનાવટનો વિદેશી દારૂ નરેશ વાળા, રહે.ઇંગોરાળા, તા.ધારી પાસેથી મેળવેલ હોવાનું ખુલવા પામતાં ચારેય ઇસમો વિરૂધ્ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ મુદ્દામાલ અને આરોપીઓ જાફરાબાદ પો.સ્ટે.માં સોંપી આપેલ છે.

આ કામગીરી પોલીસ અધિક્ષક માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી.સી.જે.ગોસ્વામી, પો.સબ ઇન્સ્પેકટર ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીર્મં દ્વારા કરવામાં આવેલ છે.(૨૩.૧૨)

(1:40 pm IST)