સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th February 2019

મહાશિવરાત્રીના મીનીકુંભ મેળા તરીકે ઉજવવા મંત્રીઓએ આયોજન અને તૈયારીની કરી સમીક્ષા

સંત યાત્રા, ધર્મ સભા, ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો ,દિવ્ય અને ભવ્ય રવેડીથી મેળાની ગરિમા વધશે

જૂનાગઢ : શિવરાત્રીના પર્વે ભવનાથમાં યોજાતા મેળાને મિનિ કુંભ મેળા તરીકે ઉજવવાનું રાજ્ય સરકારે આયોજન કર્યુ છે

  જે અંતર્ગત પ્રવાસન પ્રધાન ગણપત વસવા અને વિભાવરીબેન દવેની ઉપસ્થિતીમાં આ મેળાના આયોજન તેમજ તૈયારીની સમીક્ષા કરવા માટે બેઠક યોજાઇ હતી.જેમાં ગણપત વસાવાએ ગિરનાર શિવરાત્રી કુંભમેળામાં યાત્રિકોની સુવિધા વધારીને ભવ્ય આયોજન કરવાની વાત કરી હતી

  સંત યાત્રા, ધર્મ સભા, ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો ,દિવ્ય અને ભવ્ય રવેડીથી મેળાની ગરિમા વધશે તેવી વાત વિભાવરીબેને કરી હતી. આ મેળામાં ૨૬ ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યકમો યોજાશે. 4 તારીખે મહાશિવરાત્રીની રાત્રે ભવ્ય રવાડી નીકળશે

 

(11:54 am IST)