સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th February 2019

જામજોધપુરમાં આર.આર.સેલનો દરોડો

જામજોધુપર : ગઇકાલે આર.આર. સેલના કમલેશભાઇ રબારી અને તેમની ટીમે જામજોધપુર પોલીસ સ્ટેશન પાછળ જ આવેલ બહુચરાજી મંદીર પાસેથી દેશી દારૂ લીટર ૧૧૮ કિંમત રૂ. ર૩૬૦ તેમજ એકટીવા અને બે મોબાઇલ મળી રૂ. ર૯૩૬૦નો મુદ્દામાલ કબ્જે કરતા સ્થાનિક પોલીસ બેડામાં ચકચાર જાગી છે. આ બારામાં યુનુસ સલેમાન રાઉકડા અને સોહિલ મહંમદ ઇસ્માઇલને ઝડપી લેવાયા છે. જયારે રબારી સરમણ મુસાર નાસી ગયો છે.(૮.

(11:27 am IST)