સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th February 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં સામાન્ય રાહતઃ ગિરનાર પર્વત ઉપર ૬ ડીગ્રી

રાજકોટ, તા., ૧૨: આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં સામાન્ય રાહત થતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ બરકરાર છે લઘુતમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થતા ઠંડીમાં ઘટાડો થયો છે. મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકની અસર અનુભવાય છે. જો કે પવનનું પ્રમાણ ઘટતા સવારે સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે.

જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે અને બપોરના સમયે ઉનાળા જેવી ઋતુનો અનુભવ થાય છે.

જુનાગઢ

જુનાગઢઃ તાપમાનમાં વધારો થવાથી આજે જુનાગઢમાં ઠંડીમાં આંશીક ઘટાડો નોંધાયો છે.

ગઇકાલે સપ્તાહના પ્રથમ દિવસે જુનાગઢનું લઘુતમ તાપમાન ૯.પ ડીગ્રી રહયા બાદ ર૪ કલાકમાં તાપમાન દોઢ ડીગ્રી વધીને આજે સવારે ૧૧.૧ ડીગ્રી નોંધાતા ઠંડીમાં રાહત અનુભવાઇ હતી.

અહીના પર્વતાધિરાજ ગિરનાર ખાતે આજનું તાપમાન ૬ ડીગ્રી રહયું હતું સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૦ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ર.૮ કી.મી.ની રહી હતી.

જામનગર

જામનગરઃ શહેરનું હવામાન મહતમ ર૭.પ લઘુતમ ૧૪ ભેજ ૪૬ ટકા પવન ૮.૪ કી.મી. પ્રતિ કલાક રહી હતી.

ભાવનગર

ભાવનગરઃ આજે ભાવનગરનું લઘુતમ તાપમાન ૧૧.૪ ડીગ્રી અને મહતમ તાપમાન ર૯.૧ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ર૮ ટકા અને પવનની ઝડપ ૧૪ કી.મી. પ્રતિ કલાકની રહી હતી.(૪.૪)

 

(11:25 am IST)