સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th February 2019

ઉના તાલુકામાં મારૂ રાજપુત સમાજનુ પ્રથમ અધીવેશન મળ્યુઃ

ઉના તાલુકામાં ભારતના જુદા જુદા રાજયમાં રહેતા મારૂ રાજપુત સમાજના આગેવાનોનું કોટેચા પાર્ટી પ્લોટમાં પંજાબ, ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તથા મહારાષ્ટ્ર, અને ગુજરાતના મારૂ રાજપુત સમાજના આગેવાનોનું અધીવેશન મળ્યુ હતું. મુખ્ય મુદ્દાઓ જેમકે સમાજની અંદરથી કુરિવાજો, શિક્ષણ, તથા સમાજનાં નાનાંમા નાના માણસની સમસ્યાઓનું નિરાકરણ થાય એમજ સમાજને અનામત મળે એ માટેના મુદ્દાઓ ઉઠ્યા હતા અને સમાજના અખીલભારતીય મારૂ રાજપુત સમાજના અધ્યક્ષ તરીકે શૈલેશસિહ રાજપુતની નીમણુંક કરવાંમા આવી છે અને આ અધીવેશનની કામગીરી શ્રી મણીલાલ રાજપુત તથા કાલુભાઇ ડાંગોદરા તથા ભીમજીભાઇ નંદવાણા તથા શૈલેશસિંહ રાજપુતાના સંચાલન કરી અને સમાજના અધીવેશન માટે જહેમત ઉઠાવી હતીં. તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ નિરવ ગઢીયા)(૨૩.૩)

(11:18 am IST)