સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th February 2019

કોટડાસાંગાણી તાલુકામા પ્રથમ તબક્કામાં સાત ગામનો મગફળીનો વિમો ચુકવણી

કોટડાસાંગાણી, તા.૧૨: કોટડાસાંગાણી તાલુકાના સાત ગામોના ખેડુતોને મગફળીના વિમાનો લાભ ખેડૂતોને પ્રથમ તબક્કામા મળતા વિમાની ટકાવારી જોઈ ખેડૂતોમાં કહિ ખુશી કહી ગમ જેવી પરીસ્થિતિ ઉભી થઈ છે. સાથે જ હજુ સુધી તાલુકાના ૩૫ ગામના ખેડુતો વિમા વિહોણા છે. ત્યારે તે ખેડૂતોને પણ ઝડપથી વિમો ચુકવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

કોટડાસાંગાણી તાલુકાના બેતાલીશ ગામોમા મગફળીનો વીમો મંજુર થયેલ છે ત્યારે ખેડુતોમા કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ નુ નીર્માણ થયુ છે કોટડાસાંગાણી તાલુકાના અનેક ગામોમા ચોમાસાની ઋતુમાં પહેલેથીજ વરસાદની દ્યટ રહી હતી તેથી અનેક ખેડુતોએ વાવેતર કરેલ મોંઘામુલના બિયારણો બે બે વખત ફેઈલ ગયા હતા ત્યારે પણ ખેડુતોને આર્થીક રીતે ભારે નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો અને ખેડુતોની હાલત કફોડી સાબીત થઈ હતી. ત્યારે વિમા પર આશ લગાવીને બેઠેલા ખેડુતોને ખાશ ટકાવારી નહી મળતા ખેડુતોની આશા પર પાણી ફરી વળ્યુ છે.

બેતાલીસ ગામો પૈકિના પ્રથમ તબક્કામા કાલંભડિમા ૨૩.૭૦% ખરેડામા ૩૩.૦૯% પીપલાણામાં ૩૧.૦૯% રાજગઢમા ૪૯.૯૭% ભાડુઈમાં ૨૩.૯૯% શીશકમાં ૫૪. ૭૧% જયારે રામોદમા સૌથી વધુ ૮૪.૩૨% મગફળીનો વિમો પ્રથમ તબક્કામા ઉપરોકત સાત ગામના ખેડુતોને ફાળવી દેવાયો છે.અને તેની રકમ ખેડુતોના ખાતામા રકમ જમા કરવાની શરૂઆત તંત્ર દ્રારા કરી દેવાઈ છે. ટોટલ ચાર તબક્કામા તાલુકામાં મગફળીનો વિમો ચુકવવામા આવનાર છે જે આવતી તારીખ ૨૮ સુધિ મળી જવાનુ સુત્રો જણાવી રહ્યા છે.(૨૩.૭)

 

(11:15 am IST)