સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th February 2019

ઓખા ગાયત્રી જ્ઞાનમંદિરમાં દ્વારકાધીશ કાળીયાઠાકુરને સાત દિવસ આઠ પહોરના અનોખા શ્રુંગાર

ઓખામાં દાયકાઓ જુના ગાયત્રી જ્ઞાનમંદિર આવેલ છે. જેમાં માણેક પરિવાર દ્વારા વિશાળ દ્વારકાધીશજીની મુર્તીની સ્થાપના કરવામાં આવેલ છે. અહીં દરરોજ સવારે મંગલા આરતી અને રાત્રીના સયન આરતી સુધી આઠ પહોરના જુદા જુદા દર્શનનો લાભ વૈષ્ણવો લે  છે તથા અહીંના પુજારી રવિન્દ્ર્ર વાયડા  દ્વારા સાતે વારના અલગ અલગ પ્રકારના કલરના દર્શન કરાવે છે. જેમાં સોમવારે ગુલાબી, મંગળવારે-પીળા, બુધવારે લીલા, ગુરૂવારે કેશરી, શક્રવારે સફેદ, શનીવારે-બ્લુ  અને રવિવારે લાલ આમ  દરેક વાર પ્રમાણે  કાળીયા ઠાકુરજી ને જુદા  જુદા કલરના વસ્ત્રો પહેરાવી  શ્રુંગાર કરી વૈષ્ણવોને ભાવ વિભોર કરે છે.(તસ્વીરમાં અલગ અલગ વેશમાં  સજાયેલ  દ્વારકાધીશની  મુર્તિઓ નજરે પડે છે.( તસ્વીર ભરત બારાઇ)

(10:17 am IST)