સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th February 2019

વેરાવળ તાલુકાનાં કાજલી ગામે બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન

પ્રભાસ પાટણ : વેરાવળ તાલુકાનાં કાજલી ગામે ભારત સરકાર પ્રચાર અને પ્રસારણ મંત્રાલય, ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મીના પંજાબી અને જીમી થીયેટરનાં સંયુકત ઉપક્રમે બેટી બચાવો, બેટી પઢાઓનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં અભ્યાસ કરતી દીકરીને સમર્થન મળે તેવી બેટી બચાવોનાં પ્રસંગ સાથે પાત્રો દર્શાવાયા હતાં. વેરાવળ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં શૈક્ષણિક સ્કૂલમાં દીકરીને સમર્થન મળે તેવી નાટક સૌપ્રથમ વખત આયોજન કરવામાં આવેલ. આ તકે સરપંચ મેરગભાઇ બારડ એ હાજરી આપેલ અને આ કાર્યક્રમ, જીમી થીયેટર અમદાવાદનાં કલાકારો હેમંત મિસ્ત્રી, ઉષા ભાટીયા જેવા કલાકારો સાથે સફળ આયોજન કરેલ અને કાર્યક્રમમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં હાજર રહેલ તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ)(૧.૧)

(9:17 am IST)