સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th February 2019

પ્રભાસપાટણમાં જૂનાગઢ જિલ્લાના કોંગ્રેસ પ્રેરીત આગેવાનોની ચિંતન બેઠક સંપન્ન

પ્રભાસપાટણ તા.૧૨: પ્રભાસપાટણ સોમનાથ મુકામે હોટલ શ્રી હરીમાં ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાનાં કોંગ્રેસ પ્રેરીત દરેક તાલુકામાંથી મુખ્ય આગેવાનોની બેઠક મળેલ આ ચિંતન બેઠકનો મુખ્ય હેતુ ચોટીલા મુકામે કોળી સમાજનાં નામે બેઠક બોલાવેલ અને તેને ભાજપ પ્રેરીત બનાવવામાં આવેલ અને કોળી સમાજને ખોટા વચનો આપતા સાચી વાત સમજાવવા માટે આ બેઠક બોલાવવામા઼ આવેલ.

આ બેઠકમાં ઉપસ્થિત બંને જિલ્લાના મુખ્ય આગેવાનોએ ભાજપ સરકારમાં કોળી સમાજને જે મુશ્કેલીઓ અને અન્યાય થાય છે તેમજ જિલ્લા અને તાલુકા લેવલનાં કોઇ કામો થતા નથી તેની આગેવાનોને રજુઆત કરેલ.

આ તકે ધારાસભ્ય બાબુભાઇ વાજા, વિમલભાઇ ચુડાસમા અને અન્ય આગેવાનોએ ભાજપની સરકારમાં કોળી સમાજ ઉપર થઇ રહેલા અન્યાય વિશે વાત કરેલ અને ઉનાનાં ધારાસભ્ય પૂંજાભાઇ વંશે જણાવેલ કે ભાજપની સરકારમાં કોળી સમાજ ઉપર ખુબ જ અત્યાચાર વધી રહેલ છે. તેમજ કામો થતા નથી. જયારે કોંગ્રેસનાં શાસનમાં કોળી સમાજનાં આગેદાનો કેબીનેટથી ગૃહમંત્રી સુધીનાં હોદ્દાઓ ધરાવતા હતા. વધુમાં જણાવેલ કે ચોટીલા મુકામે કુંવરજીભાઇ બાવળિયાએ કોળી સમાજનાં નામે સંમેલન બોલાવેલ અને તેને રાજકીયરૂપ આપીને ભાજપની વાહ-વાહ કરેલ.

આ તકે ઉપસ્થિત આગેવાનોમાં ઉનાનાં ધારાસભ્ય પૂંજાભાઇ વંશ, માંગરોળનાં ધારાસભ્ય બાબુભાઇ વાજા, સોમનાથનં ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા, પૂર્વધારાસભ્ય જેઠાભાઇ જોરા, અખિલ ભારતીય ગીર-સોમનાથ જિલ્લા કોળી સમાજના પ્રમુખ કાનાભાઇ ગઢીયા, જુનાગઢ જિલ્લા કોળી સમાજના પ્રમુખ બટુકભાઇ મકવાણા, ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઇ રાઠોડ, ભાવનગર અખિલ ભારતીય કોળી સમાજનાં પ્રમુખ કરશનભાઇ વેગડ, લક્ષ્મણભાઇ ભરાડ, નારણભાઇ મેર, રાજીબેન સોલંકી હાજર રહેલ. સંચાલન દેવાયતભાઇ મેર દ્વારા કરેલ કાર્યક્રમને સફળ બનાવવા કોળી સમાજનાં જિલ્લા પ્રમુખ કાનાભાઇ ગઢીયાનાં માર્ગદર્શન હેઠળ યુવાનોએ જહેમત ઉઠાવી હતી.(૧.૧)

(9:16 am IST)