જૂનાગઢમાં નકલી પોલીસ બનીને મજુરોને ધમકી આપીને એટીએમ કાર્ડ પડાવી લીધાઃ ૩ની ધરપકડ
જૂનાગઢ તા.૧૧: આજ રોજ પોલીસ માહાનિરીક્ષકશ્રી, જૂનાગઢ વિભાગ, જૂનાગઢ સુભાષ ત્રિવેદી સાહેબ તથા જૂનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક સાહેબશ્રી, સૌરભસિંઘ તથા ઇ.ચા. પોલીસ અધિક્ષક સાહેબશ્રી, રવિ તેજા વાસમસેટ્ટી સાહેબે અનડીટેકટ ધાડ,લુંટ,ઘરફોડ ચોરી ડીટેકટ કરવા (શોધી કાઢવા) આપેલ સુચના જે અન્વયે એસ.ઓ.જી., જૂનાગઢ ના ઇ.ચા. પો.ઇન્સ. જે.એમ.વાળા તથા એસ.ઓ.જી. સ્ટાફ સાથે કેશોદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. I ૧૦/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૮૪,૧૭૦,૧૧૪ મુજબનો ગુનો ગઇ તા. ૨૧/૦૧/૨૦૧૯ ના રોજ જૂનાગઢ ૬૬ કેવી પાસે અર્જુન પાર્ક સોસાયટીમાં બનેલ. જેમાં ફરિયાદી ભોજારામ લાલારામ ચૌધરી, રહે. હાલ- જૂનાગઢ, અર્જુન પાર્ક સોસાયટી, મુળ રહે. રાજસ્થાન, જી. બાડમેર વાળા હોય જેમાં આ કામના ત્રણ અજાણ્યા આરોપી નકલી પોલીસ બની અહીં રહી માલ વેચવો હોય તો પૈસા આપવા પડશે નહીતર ગાંજાના કેસમાં ફીટ કરી દઈશું તેમ કહી સાહેદોને થપ્પડ મારી રોકડા રૂપિયા ૧૨,૦૦૦/- તથા મોબાઇલ નંગ- ૦૪ કિ.રૂ. ૧૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૨૨,૦૦૦/- નો મુદ્દામાલ બળજબરીથી કઢાવી લઈ ગયેલ હોય જે ગુનાના આરોપીઓની ટેકનીકલ તથા અલગ-અલગ માધ્યમથી તપાસ કરતા કેશોદ મુકામે રહેતા હોય જેથી કેશોદ મુકામેથી આ ત્રણેય આરોપીઓને પકડી જૂનાગઢ એસ.ઓ.જી. ઓફિસે લાવી પુછપરછ કરતા ઉપરમાં જણાવેલ ગુનો આ કામના ત્રણેય આરોપીઓ કબુલ કરતા હોય જેથી તેના નામ- પુછતાં નં. (૧) મહેશકુમાર નારણભાઇ કાથડ, દલીત, ઉ.વ.- ૩૪, ધંધો- પ્રા. નોકરી, રહે. કેશોદ, શ્રધ્ધા સોસા. “વિક્રમ”, જી. જૂનાગઢ તથા નં. (૨) સતીષભાઇ માધવજીભાઇ રાવલીયા, દલીત, ઉ.વ.- ૨૫, ધંધો- અભ્યાસ, રહે. કેશોદ, શ્રધ્ધા સોસા., એરપોર્ટ રોડ, જી. જૂનાગઢ તથા નં. (૩) રણજીતભાઇ ધીરૂભાઇ પરમાર, સગર, ઉ.વ.- ૨૬, ધંધો- વેપાર, રહે. કેશોદ, રાધારમણ નગર, રેલ્વે પાટાની સામે, જી. જૂનાગઢ વાળાઓને ગુનામાં ગયેલ મુદ્દામાલના રોકડા રૂપિયા ૯૦૦૦/- તથા મોબાઇલ નંગ- ૦૪ તથા બનાવમાં ઉપયોગમાં લેવાયેલ મોટર સાયકલ પેશન પ્રો. નંબર GJ-11-BA-6126 કિ.રૂ. ૨૦,૦૦૦/- નું ગણી કુલ કિંમત રૂપિયા ૩૯,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી ગુનો ડીટેકટ કરી આરોપીઓને જૂનાગઢ તાલુકા પો.સ્ટે. સોંપી આપવા તજવીજ કરવામાં આવેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી., ઇ.ચા. પો.ઇન્સ. જે.એમ.વાળા તથા એસ.ઓ.જી., સાયબર ક્રાઇમ સેલ, જૂનાગઢના પો.સબ ઇન્સ. એમ.જે.કોડીયાતર તથા એ.એસ.આઇ. રાજુભાઇ વ્યાસ, પો.હેડ કોન્સ. મહેન્દ્રભાઇ કુવાડીયા, વિક્રમભાઇ ચાવડા, સામતભાઇ બારૈયા, કિશોરભાઇ નિમાવત, લખમણભાઇ કારેથા, હરીશભાઇ પીઠીયા, દિપકભાઇ જાની, પો.કોન્સ. રાજુભાઇ ઉપાધ્યાય, મહેન્દ્રભાઇ ડેર, મજીદખાન પઠાણ, રવિભાઇ ખેર, અનિરૂધ્ધભાઇ વાંક, ભરતભાઇ સિંધવ, શૈલેન્દ્રસિંહ સીસોદીયા, બાબુભાઇ કોડીયાતર, જયેશભાઇ બકોત્રા નાઓ સાથે મદદમાં રહેલ હતા.(૧.૨૬)