સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th February 2019

સંત નિરંકારી મિશને બનાવેલ રોશન મિનારની સૌથી મોટી માનવ આકૃતિએ ગિનીજ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

તસ્વીરમં સૌથી મોટો રોશન મિનારની આકૃતિ નજરે પડે છે.(તસ્વીરઃ અશોક પાઠક, કોડીનાર)(૧.૧)

કોડીનાર તા.૧૧: સંત નિરંકારી મિશનના ૧૮,૭૭૦ શ્રધ્ધાળુઓ દ્વારા બનાવાયેલ રોશન મીનારની બધાથી મોટી માનવ આકૃતિનો ગિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ થયેલ છે.

આ વર્લ્ડ રેકોર્ડ કાર્યક્રમ ૧૭ નવેમ્બર, ૨૦૧૮ના રોજ સદ્દગુરૂ માતા સુદીક્ષાજી મહારાજની ઉપસ્થિતિમાં સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ, જી.ટી.રોડ, સમાલખા (હરીયાણા) માં આયોજીત થયેલ.

આ રોશનમીનારની માનવ આકૃતિમાં ભાગ લેવા માટે ભારત તેમજ વિદેશમાંથી પણ નિરંકારી ભકતો આવ્યા હતા તેમની વય ૧૮ થી ૬૫ વર્ષ સુધીની નક્કી કરવામાં આવેલ આ બધાનું રજીસ્ટ્રેશન પહેલા જ કરી દેવામાં આવ્યું હતું કુલ લગભગ રપ હજાર ભકતોએ નામ નોંધાવ્યું હતું.

આ માનવ આકૃતિમાં ભાગ લેવા વાળા તમામ સદસ્યો સવારે ૭ વાગ્યે જ ભેગા થઇ ગયા હતા દરેક સદસ્યોને આયોજકો તરફથી જુદા-જુદા રંગોનો પહેરવેશ આપવામાં આવેલ જે તેમના સ્થાન મુજબ નક્કી કરવામાં આવેલ. આ માનવ આકૃતિમાં કુલ પ રંગ હતા તથા તેને બનાવાવ માટે પ કલાકનો સમય લાગેલ તેમ કોડીનારથી કનૈયાલાલ એલ .દેવાણીની યાદીમાંજણાવાયું છે.(૧.૧)

(11:50 am IST)