સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th February 2019

પોરબંદરના મેંઢાક્રિક ડેમ પાસે કુંજ પક્ષીના શિકારીનું શોર્ટ લાગવાથી મોત

સાથે રહેલ બીજા શિકારીને ગંભીર ઇજા : સુરક્ષા જવાનોને જોઇને નાસભાગ મચી : અન્ય શિકારીઓ નાસી ગયા : ૫૦ મૃત કુંજ મળ્યા

પોરબંદર તા. ૧૧ : મેંઢાક્રિક ડેમ નજીક ગ્રામ રક્ષક દળના સુરક્ષા જવાનોને જોઇ કુંજ પક્ષીઓનો શિકાર કરતી ટોળકીમાં નાસીભાગ મચી હતી અને એક શિકારી વીજ લાઇનને અડી જતાં તેનું શોર્ટ લાગવાથી મૃત્યુ થયેલ. બીજા શિકારીને ગંભીર ઇજા જતાં ઝડપાઇ ગયેલ છે.

ફોરેસ્ટ અધિકારીઓ સ્થળ ઉપર આવી જઇને ગંભીર ઇજા થયેલા શિકારીને સારવાર અપાવી પૂછપરછ શરૂ કરી છે. શિકાર કરતી ટોળકીના અન્ય સભ્યો નાસી ગયેલ છે. સ્થળ ઉપર શિકાર કરેલા ૫૦ મૃત કુંજ મળી આવેલ છે.

કલ્યાણપુર તાલુકાના ફોરેસ્ટ અધિકારીઓ નાસી ગયેલા શિકારીઓને પકડવા તપાસ હાથ ધરી છે.(૨૧.૧૫)

(11:45 am IST)