સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th February 2019

ધ્રાંગધ્રાના મેથાણમાં એરંડા ખાધા બાદ આફરો ચડવાથી ૧૯ ગાયોના મોત

વઢવાણ તા. ૧૧ : ગત ચોમાસાની નિષ્ફળતાના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક તાલુકા અછતની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. તંત્રની નિષ્કાળજીના કારણે પશુધનને ઘાસચારાના સાંસા હોવાથી ખેતરમાં ઊભેલો મોલ ખાવા મજબૂર બને છે. આવા જ એક કારણસર ધ્રાંગધ્રા તાલુકાનાં મેથાણ ગામની સીમમાં ચરવા ગયેલી ગાયો ખેતરમાં એરંડા ખાઈ ગઇ હતી. જેમાં ૧૯ જેટલી ગાયોના શનિ-રવિ બે દિવસમાં મોત થયા હતા.મેથાણની સીમમાં ચરવા માટે ગયેલી ગાયોને ચરવા માટે કોઇ ખોરાક ન મળતા ઝેરી બી ખાવાથી આફરો ચડ્યો હતો અને મોત થયા હતા.  ઘાસચારાની વ્યવસ્થા ન કરતા પશુઓના મોત થતાં રોષ છવાયો છે. સીમમાંં ચરવાનુ નથી ઘાસચારાના ભાવ આસમાને છે. અને સરકાર દ્વારા યોગ્ય ઘાસચારાની વ્યવસ્થા ન કરતા ભૂખને લઈને ગાયો એરંડા ખાતા મોતને ભેટી હોવાનો આક્ષેપ ખેડૂત આગેવાન જે.કે.પટેલે કર્યો છે.(૨૧.૧૬)

(11:43 am IST)