સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th February 2018

માળીયાહાટીના તાલુકાના ગાંગેચામા પંચ તરીકે જોડવા મુદ્દે દલિત યુવક ઉપર ટોળાનો હુમલો

 જુનાગઢ તા. ૧ર : માળીયાના ગાંગેચા ગામે દેશી દારૂની ભઢી પર રેડની કામગીરીમાં પંચ તરીકે જોડાવવાનુ મનદુઃખ રાખી દલિત યુવાન પર હુમલો થયાનુ નોંધી પોલીસે મારામારી અને એસ્ટ્રોસીટી ગાંગેચા ગામે રહેતા ભરત મસરીભાઇ સોંદરવા દલિત વણકરવાસવાળાએ ગામના પરેશકાળુ દયાતર, ભરતકાળુ દયાતર, મનસુખ બધા દયાતર કાળુકાના દયાતર, મહેશભાઇની પત્ની અને મનહરની પત્નિ અને ભરતની પત્નિ સહીતના વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

ગામમાં પડેલ દેશીદારૂની રેડીમાં ફરીયાદી અને તેના મિત્ર નિલેશને પોલીસે પંચમાં રાખતા મનદુઃખ રાખી તમામે ધોકાપાઇપ લાકડીથી હુમલો કરી હડધુત કર્યાની માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા પી.એસ.આઇ. એન.કે. વિઝૂંડાએ તપાસ હાથ ધરી છે.

ઝેરી દવા પી આપઘાત

કેશોદના બાવાની પીપળી ગામે રહેતા નરેશભાઇ ગોવિંદભાઇ રાવલીયા (ઉ.ર૮) ઝેરી ટીકડા ખાતા મોત નિપજેલ છે  બેંકની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી તરીકે પકડાયેલ બાદ કેશમાં જેલમાં જવાનુ થતા લાગી આવ્યું ઘઉંમાં નાખવાની ઝેરી ટીકડા ખાઇ આપઘાત કરેલ છે કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે.(૬.૧૪)

(12:38 pm IST)