સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

જુનાગઢમાં જેતપુરના બે લુહાર શખ્સો ૧૪ ચોરાઉ સાઇકલો સાથે ઝડપાયા

જુનાગઢ, તા.૧૨: જોષીપરા શાક માર્કેટ પાસે બે ઇસમો સાઇકલ લઇ આવતા હોય જે પોલીસને જોઇ સાઇકલ આડા અવળી ગલીયોમાં ચલાવવા જતા તેને રોકી પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી અશોકભાઇ નાથાભાઇ પરમાર લુવાર ઉ.વ.પ૦ ધંધો, મજુરી રહે.જેતુપર દેવળીધાર હાઉસીંગ બોર્ડ તથા નં.૨ શૈલેષભાઇ ગોરધનભાઇ મકવાણા લુવાર ઉ.વ.પપ રહે.જેતપુર હોવાનું જણાવતો હોય તેઓની પાસે રહેલ સાઇકલ બાબતે આધાર પુરાવા માંગતા કોઇ પુરાવો ન હોય જેથી પોતે આ સિવાય બીજી સાઇકલો અલગ અલગ જગ્યાએથી ચોરેલ હોય તે શાંતેશ્વર નગર જોષીપરા પાસે આવેલ ખુલ્લા મેદાનમાં બાવળની કાંટમાં  સંતાડેલનું જણાવતા જેથી તેને સાથે રાખી બાવળની કાંટમાં પડેલી સાઇકલો અલગ અલગ કંપનીની કુલ-૧૪ સાઇકલો જે એક સાઇકલની કિં.રૂ.૧૦૦૦/ ગણી મુદામાલ કબ્જે કરવામાં આવેલ હોય અને આ બંને ઇસમોએ સાઇકલો ચોરી અથવા છળકપટથી મેળવેલ હોય જેથી સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી બંને ઇસમોને સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી, મુજબ ધોરણસર અટક કરેલ છે.

બી.ડી.વી.પો.સ્ટે શહેર એ.એસ.આઇ વી.એલ.પાતર, પો.હેડ.કોન્સ એન.એ.ચાવડા, પી.જે.વાળા, ડી.આર.નંદાણીયા, પો.કોન્સ રજાકબીન સૈયદબીનભાઇ, જાદવભાઇ સરમણભાઇ સુવા, રાજુભાઇ ભાયાભાઇ કટારા, અજયસિંહ મહપતસિંહ ચુડાસમા, કિશોરભાઇ દેવાયતભાઇ અખેડ એ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(3:38 pm IST)