સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

જૂનાગઢમાં ઇનોવા કારમાંથી ૧.૪૦ લાખનો દારૂ ઝડપાયો

જૂનાગઢ, તા. ૧ર : જુનાગઢ રેન્જ આઇ.જી.પી.સી. સુભાષ ત્રિવેદીની સૂચનાથી રેન્જમાં ઉતરાયણ સબબ દારૂના બુટલેગરો ઉપર કડક હાથે કામ લેવા સુચનાથી આર.આર. સેલના પો.સ.ઇ. ડી.બી. પીઠીયા તથા સ્ટાફના સંજયભાઇ, ગીરૂભા વિગેરે માણસના રા. પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન સ્ટાફના સંજયભાઇ મધુકરભાઇને ખાનગી રાહે હકીકત મળેલ કે ફાર્મસી ફાટક પાછળ યોગેશ્વરનગરમાં શાહનવાઝ ઉર્ફે શાહુ તથા તેના માણસો ઇનોવા કારમાંથી ઇંગ્લીશ દારૂની હેરવણી-ફેરવણી કરે છે. અને હાલ તેની પ્રવૃતિ ચાલુ છે.

બાતમી ઉપરથી રેઇડ કરતા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૩૬, પેટી-ર૮ કિ.રૂ. ૧૪૦૧૬૦/- તથા મો.ફોન. ૧ કિ.રૂ. પ૦૦/- તથા ઇનોવા કાર નં જીજે૩ડીએન-૯ર૦૯ કિ.રૂ. પ૦,૦૦૦/- મળી કુલ રૂ. ૬૪૦૬૦૦/- ના મુદ્દામાલ સાથે ફાયદાના સંઘર્ષમાં આવેલ બાળ આરોપી રહે. મારૂતીનગર જુનાગઢ વાળો ઝડપાઇ ગયેલ છે. નાશી જનાર આરોપી શાહનવાઝ ઉર્ફે શાહુ હનિફભાઇ બ્લોચ રહે. નંદનવન રોડ, સમીર હનિફભાઇ બ્લોચ રહે. નંદનવન રોડ, શાહરૂખ ઉર્ફે મુકરી રફીકભાઇ બ્લોચ રહે. નરસિંહ મહેતાના ચોરા સામે તથા હાજર નહીં મળી આવેલ મુનીર કાળુભાઇ બ્લોચ રહે. નિચલા દાતા જુનાગઢ વાળા વિરૂદ્ધ જુનાગઢ બી-ડીવી. પોલીસમાં કાયદેસરની ફરીયાદ નોંધાવેલ છે.

(3:40 pm IST)