સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

જયોતિપરાની કેનાલમાં ગરક મહિલાની લાશ હજુ મળી નથી

વઢવાણ તા.૧૨: લખતરના જયોતિપરા ગામે નર્મદા કેનાલમાં ગરક થઇ ગયેલ મહિલાની લાશ ત્રણ દિ' થયા બાદ નહિ મળતા આખું ગામ અને તંત્ર કામે લાગ્યું છે. નાનકડા એવા ગામમાં રહેતી મહિલા રીનકુબેન મહેશભાઇ માનકોલિયા નર્મદા કેનાલમાં કપડાં ધોવા ગઇ હતી અને પાણી પીવા માટે અંદર ઉતરતા પાણીમાં ગરક થઇ ગઇ હતી.

લાશ શોધવા માટે સીકસ એન.ડી.આર.એફ. ગાંધીનગર ગુજરાત ટીમ બોલાવવામાં આવી છે અને સીકસ એન.ડી.આર.એફ. ગાંધીનગર ગુજરાત ટીમના ઇન્સ્પેકટર સૂર્યકાંત કુમાર તેમજ ટીમના માણસો જયોતિપરા ગામ પાસેની કેનાલે પહોંચી અને લાશની શોધખોળ ચાલુ કરી છે અને આ ટીમ પાસે બે બોટ, બે બીએમ સહિતના સાધનો લઇ જલ્દીમાં જલ્દી રીનકુબેનની લાશ શોધી કાઢી તેમના પરિવારને લાશ હેન્ડઓવર કરશે તેવું સીકસ એન.ડી.આર.એફ. ગુજરાત ટીમના ઈન્સ્પેકટર સૂર્યકાંત કુમારે જણાવ્યું હતું. અને શોધખોળ દરમિયાન લખતર મામલતદાર ગોપાલદાસ હરદાસાણી, લખતર વિઠ્ઠલગઢ ઓ.પી.એ.એસ.આઇ. મહેન્દ્રસિંહ ઝાલા સહિતના અધિકારીઓ અને રાજકીય આગેવાનો પ્રભુભાઇ મકવાણા તથા અન્ય ગ્રામજનો ૬ એન.ડી.આર.એફ.ની કામગીરી જોવા પહોંચી ગયા હતા.

(3:35 pm IST)