સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

મોરબી અને વાંકાનેરમાં દરોડા : દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી ૯૮,૨૦૦નો મુદ્દામાલ જપ્ત

મોરબી તા. ૧૨ : મોરબીમાં મકરસંક્રાતિ પર્વ પૂર્વે એલસીબી ટીમે ત્રણ સ્થળોએ દરોડા કરીને દારૂનો જથ્થો જપ્ત કરીને એક આરોપીને ઝડપી લીધો છે.

મોરબી જીલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી ટીમ મકરસંક્રાતિ તહેવારોને અનુલક્ષીને પેટ્રોલિંગમાં હોય અને તહેવારો દરમિયાન દારૂની હેરાફેરી અને વેચાણ રોકવા પ્રયત્નશીલ હોય દરમિયાન બાતમીને આધારે વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામે આરોપી યુવરાજસિંહ ઉફે ઘેલુભા ભીખુભા ઝાલાના મકાનમાં દરોડો કરીને ૨૦ બોટલ દારૂ કીમત ૬૦૦૦નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી વિરુદ્ઘ ગુન્હો નોંધાવ્યો છે. ઉપરાંત ભાયાતી જાંબુડિયા ગામે આરોપીની વાડીમાં દરોડો કરીને કુલ ૨૧૦ બોટલ દારૂ કીમત ૭૦,૪૦૦ અને બીયર ટીન ૨૦ કીમત ૨૦૦૦ મળી કુલ ૭૨,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.

ઉપરાંત મોરબીના પાનેલી ગામની સીમમાં આરોપી ભરત દેવાભાઈ અબાસણીયા રહે રાતાવીરડા તા. વાંકાનેર વાળાને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ૬૬ કીમત ૧૯,૮૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે આરોપી રસિક છનાભાઇ અબાસણીયા રહે. રાતાવીરડા તા. વાંકાનેર વાળાનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(3:34 pm IST)