સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

સાવરકુંડલામાં કાકાની નજર સામે જ ભત્રીજી ઉપર મોટર સાયકલ ફરી વળતાં મોત

અમરેલીમાં મહિલા સંચાલીત જૂગાર ધામ ઝડપાયુઃ પાંચ મહીલાઓની પ૦ હજારનાં મુદામાલ સાથે ધરપકડ

અમરેલી તા. ૧ર :.. સાવરકુંડલામાં રહેતા અને ડ્રાઇવીંગનો વ્યવસાય કરતા ફારૂક અલારખભાઇ ચૌહાણ નામના યુવાન સંસ્કાર મંદિર સામે રોડ પરથી પોતાનું મોટર સાયકલ લઇ પાછળ તેની ભત્રીજીને બેસાડી જઇ રહ્યા હતા ત્યારે સામેથી મોટર સાયકલ નં. જી.જે.-૧૪ એ. એમ. ૦૮૩૮ નો અજાણ્યો ચાલક બેફામ ભરી સ્પીડે મોટર સાયકલ લઇ આવતા જોઇ તેનાથી બચપન ફારૂકભાઇએ પોતાનું મોટર સાયકલ ઉભુ રાખી દેતા પાછળ બેઠેલ તેની ભત્રીજી  નીચે પડી જતા તેની ઉપર બેફામ આવતા મોટર સાયકલ ચાલકે મોટર સાયકલ ચલાવી દેતા તેનું મોત નિપજયાનું સાવરકુંડલા પોલીસમાં ફરીયાદ થવા પામી છે.

અમરેલીમાં મહિલા સંચાલીત જૂગાર ધામ ઉપર પોલીસ ત્રાટકી

અમરેલીમાં ગોકુલધામ એપાર્ટમેન્ટ બ્લોક નં. પ૦૧ લાઠી રોડ ઉપર મહિલા સંચાલીત જૂગારધામ ઉપર જૂગાર રમતી રમાડતી કાજલબેન ધર્મેશભાઇ વાઘેલા, ઉષાબેન એચ. ત્રિવેદી, મનીષાબેન ગૌસ્વામી સહિત પાંચ મહિલાને જૂગારની મતા ૩રર૭૦ મો. મળી કુલ કિ. રૂ. પ૦૭૭૦ ના મુદામાલ સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

બાબરાના ખનપરમાં આગ લાગતા મહિલાનું મોત

બાબરાના ખાનપરમાં સીમમાં ઢોર માટે પાણી પીવા ઇલે. મોટર શરૂ કરવા જતા સોર્ટ સર્કીટ થતા આગ લાગતા રસીલાબેન જયંતીભાઇ ખચીયાનું દાઝી જતા મોત નિપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

(3:33 pm IST)